Only Gujarat

National

લૉકડાઉનમાં પણ દેહવ્યાપારની ચાલતી હતી ગંદી રમત, પોલીસે છાપો માર્યો તો થઈ ગઈ આંખો ચાર

પટનાઃ બિહારમાં કોરોનાનું સૌથી મોટું હોસ્પસ્પોટ બન્યું છે રાજધાની પટના. પરંતુ તેમ છતા પટનામાં એક એવી ઘટના સામે આવી છે જે જાણીને સૌકોઇ ચોંકી ગયા છે. અહીં લોકડાઉન દરમિયાન સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. રાજધાનીના રહેણાંક વિસ્તારમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો આ દરમિયાન પોલીસે દરોડા પાડ્યા હતા.

દેહવ્યાપારમાં દરોડા દરમિયાન પોલીસે બે યુવકની સાથે બે મહિલાઓની પણ ધરપકડ કરી છે. હાલ ચારેયની પુછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ પટનામાં જ રહેણાક વિસ્તારમાં ચાલતા સેક્સ રેકેટનો ખુલાસો થઇ ચૂક્યો છે.

પટના પોલીસે પત્રકાર નગર પોલીસ સ્ટેશનના વિજય નગર મોહલ્લામાં દરોડા પાડી સેક્સ રેકેટનો ખુલાસો કર્યો. દરોડા દરમિયાન બે મહિલા અને બે પુરુષ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે એક યુવક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો. એક યુવકની પોલીસ શોધખોળ કરી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે બિહારના અનેક શહેરોમાં સ્પા, સલૂન સહિત હોટેલોમાં બંગાળ અને નેપાળથી અનેક યુવતીઓની મદદથી સેક્સ રેકેટ સંચાલિત થતું હોવાના અવાર નવાર પર્દાફાશ થતા રહે છે. અગાઉ પણ પોલીસે પટનામાં અનેક સેક્સ રેકેટના પર્દાફાશ કર્યા છે.

ઘરનાસ્થળેથી પોલીસને દારૂની ખાલી બોટલની સાથે-સાથે અનેક આપત્તિજનક સામાન પણ મળી આવ્યા છે. દારૂબંધી બાદ પણ બિહારમાં મોંઘીદાટ દારૂ મળી રહે છે. પોલીસ આ સેક્સ રેકેટના મામલામાં ધરપકડ કરાયેલા ચારેય લોકોની પૂછપરછ કરી રહી છે.

ઝડપાયેલા આરોપીઓની પુછપરછ બાદ સમગ્ર સેક્સ રેકેટમાં સામેલ અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવશે. લોકડાઉન હોવાને કારણે ઠેર ઠેર પોલીસનું ચુસ્ત બંદોબસ્ત હોવા છતા રાજધાનીમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ થયાના સમાચારથી ભારે હડકંપ મચી ગયો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page