Only Gujarat

FEATURED National

મામી સગા ભાણેજના પડી પ્રેમમાં, પતિને જાણ થયા બાદ ભર્યું એવું પગલું કે પરિવાર સમસમી ઉઠ્યો

ભોપાલઃ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં એક અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. અહીં એક મહિલા પોતાના ભાણેજના પ્રેમમાં એટલી પાગલ થઇ ગઇ કે તે લોકડાઉન હોવા છતા પોતાના પતિને છોડી પ્રેમી સાથે રહેવા પહોંચી ગઇ. મહિલા 13 મેના રોજ પોતાના પતિને છોડી પ્રેમી સાથે રહેવા ભિંડ પહોંચી ગઇ. જ્યારે મહિલાના પતિને આ વાતની જાણ થઇ તો તેણે પોલીસમાં ફરિયાદ દાખલ કરી. પોલીસ ફરિયાદ થવાની જાણ મહિલાને થઇ તો તેણે ના ભરવાનું પગલું ભરી લીધું.

પતિ દ્વારા પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી, પરંતુ મહિલાને જેવી જ પોલીસ ફરિયાદ અંગેની જાણ થઇ કે પોલીસ તેણીને પકડવા આવી રહી છે તો ચાકુથી પોતાનું ગળું કાંપી નાખ્યું ત્યારબાદ તેના પ્રેમી ભાણેજે પણ પોતાના હાથની નસ કાપી નાખી. બાદમાં બંનેને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ભરતી કરવામાં આવ્યા. હાલ બંનેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભિંડના ચરથર ગામમાં રહેતો યુવક અવાર નવાર ગ્વાલિયર પોતાના મામાના ઘરે આવ-જાવ કરતો હતો. આ દરમિયાન તેની આંખ પોતાની મામી સાથે મળી ગઇ. બંને વચ્ચે અનેક વખત શારીરિક સંબંધ પણ બંધાયા.

મામી-ભાણેજ એકબીજાના પ્રેમમાં અંધ બની ગયા હતા. એક દિવસ સમગ્ર પ્રેમ પ્રકરણની જાણ મહિલાના પતિ એટલે કે યુવકના મામાને થઇ ગઇ. બાદમાં મામાએ તેની પત્નીને ખુબ જ માર માર્યો અને ભાણેજને કહ્યું કે આજપછી તે ક્યારેય તેમના ઘરે આવે નહીં.

મામી-ભાણેજ પ્રેમમાં એટલા અંધ બની ગયા હતા કે તેમનું પ્રેમ પ્રકરણ છતું થઇ ગયું હોવા છતા બંને ચોરી છૂપી મળતા રહ્યાં. આ દરમિયાન મામીએ એક બાળકને જન્મ પણ આપ્યો. હવે બંને સાથે જીવન વીતાવવા માગે છે. પરંતુ મહિલાના પરિવારજનોને આ વાત સ્વીકાર્ય નથી. આથી મામી પોતાના ઘરેથી ભાગીને ભાણેજ પાસે રહેવા આવી ગઇ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page