Only Gujarat

National

બે મિત્રોને એકબીજાની પત્ની સાથે આંખ મળી ગઈ, એક્સચેન્જ કરી લીધી અને પછી…

એક ખૂબ જ શોકિંગ અને અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. બે યુવાન મિત્રોએ સંબંધોનો શર્મશાર કરતું પગલું ભર્યું હતું. બંને મિત્રોને પોતાની પત્ની છોડી એકબીજાની પત્નીને પ્રેમ કરવા લાગ્યા હતા. જોકે બંનેને એકબીજાની પત્ની સાથેના અફેરની ખબર હતી. અંતે બંનેએ પત્નીઓ બદલવાનું નક્કી કરી નાખ્યું હતું. બંનએ એકબીજાની પત્નીઓ સાથે લગ્ન પણ કરી લીધા હતા. જોકે આ પ્રેમ પ્રેકરણમાં અચાનક એવું બન્યું કે એક મિત્રએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

આ આંચકાજનક બનાવ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં બન્યો છે. અહીંના બ્યાવરા કલાં ગામમાં માંગીલાલ તથા હેમરાજ એકબીજાના મિત્ર હતા. બંનેની એકબીજાની પત્નીઓ સાથે આંખ મળી ગઈ હતી. માંગીલાલે પોતાની પત્નીના લગ્ન હેમરાજ સાથે કરાવી દીધા. પછી હેમરાજની પત્ની સાથે માંગીલાલે લગ્ન કર્યા હતા. જોકે બાદમાં બને વચ્ચે ઝઘડો થયો હતો અને માંગીલાલે ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું.

મૃતક માંગીલાલના પિતરાઈ ભાઈ સોહન ટેલરે જણાવ્યું હતું કે 25 વર્ષીય માંગીલાલના લગ્ન કૃષ્ણાબાઈ નામની યુવતીસાથે 2011માં થયા હતા. લગ્નના આઠ દિવસ બાદ માંગીલાલના પિતાનું મોત થયું હતું. ત્યારબાદ માંગીલાલ પત્ની સાથે છાપીહેડામાં રહેતો હતો. તેમને દોઢ વર્ષીય દીકરી છે. અહીંયા પડોશમાં રહેતા હેમરાજ તથા માંગીલાલ વચ્ચે મિત્રતા થઈ હતી. થોડાં દિવસ બાદ હેમરાજ તથા કૃષ્ણા વચ્ચે અફેર થયું હતું. માંગીલાલને આ અંગે જાણ થઈ તો તેણે 2014માં કૃષ્ણા તથા હેમરાજના લગ્ન કરાવી દીધા હતા. માંગીલાલે ‘ઝઘડા પ્રથા’ હેઠળ હેમરાજ પાસેથી દોઢ લાખ રૂપિયા લીધા હતા. ત્યાર બાદ હેમરાજ જૂની પત્ની મમતા અને નવી પત્ની કૃષ્ણા સાથે રહેવા લાગ્યો.

માંગીલાલને હેમરાજની પત્ની પ્રત્યે પ્રેમ થયોઃ અહીંયા બિગ ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે માંગીલાલને હેમરાજની પહેલી પત્ની મમતા સાથે પ્રેમ થયો. બાદમાં 2016માં માંગીલાલ તથા મમતાએ આગરના બૈજનાથ મંદિરમાં લગ્ન કર્યાં હતાં. હેમરાજને જ્યારે આ અંગે જાણ થઈ તો તેણે માંગીલાલ પાસે ‘ઝઘડા પ્રથા’ હેઠળ રૂપિયા માગ્યા હતા.

માંગીલાલ દોઢ લાખ આપવા તૈયાર હતો, પરંતુ હેમરાજે ત્રણ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. માંગીલાલે આટલા રૂપિયા આપવાની ના પાડી દીધી તો હેમરાજે ભાઈ સાથે મળીને માંગીલાલને માર માર્યો હતો. તેણે માંગીલાલના છાપીહેડા સ્થિત મકાન પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ માંગીલાલ બ્યાવરા કલાંમાં કામ કરવા લાગ્યો હતો. પરિવારે કહ્યું હતું કે હેમરાજ જ્યારે પણ માંગીલાલને મળતો તો તેને માર મારતો હતો.

આત્મહત્યા કરીઃ માંગીલાલ બપોરના સમયે ઘરે આવ્યો હતો અને સીધો પોતાના રૂમમાં જતો રહ્યો હતો. બીજા દિવસે સવાર સુધી તે રૂમની બહાર ના આવતા પરિવારે બારીમાંથી જોયું તો તે પંખા સાથે લટકતો હતો. પરિવારે પોલીસને માહિતી આપી હતી. પોસ્ટમોર્ટમ બાદ પોલીસે મૃતદેહ પરિવારને આપ્યો હતો. હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે.

શું છે ઝઘડાપ્રથા? મધ્યપ્રદેશ-રાજસ્થાનના અમુક ગ્રામીણ વિસ્તારોમાં ‘ઝઘડા પ્રથા’ આજે પણ ચાલે છે. આ પ્રથા હેઠળ જો કોઈની પત્ની પોતાના પતિને તરછોડીને જાય છે તો પતિ વળતર માગે છે. પંચાયત પતિને સમાધાનના ભાગરૂપે વળતર આપે છે. જ્યાં સુધી સમાધાન ના થાય ત્યાં સુધી પૂર્વ પતિ પત્નીના ગામના લોકોને નુકસાન પહોંચાડે છે, દલીલો કરે છે અને ઘણીવાર આગ પણ ચાંપે છે.

You cannot copy content of this page