Only Gujarat

FEATURED International

ઘરનું ઘર ખરીદવું છે? અહીંયા માત્ર 200-500 રૂપિયામાં મળી રહ્યાં છે આલીશાન ઘર

લંડનઃ પોતાનું ઘર દરેકનું સપનું હોય છે. આજના સમયમાં ઘરનું માલિક બનવું મોંઘું છે. એક ઘર બનાવવા માટે માણસને પોતાની આખી જિંદગીની કમાણી ખર્ચ કરવી પડે છે, પરંતુ જો અમે તમને કહીએ કે તમારી પાસે તક છે આલીશાન ઘરના માલિક બનવાની અને તે પણ માત્ર 200 થી 500 રૂપિયામાં. એમાંથી કેટલાક ઘરની કિંમત તો 7 કરોડ 30 લાખ છે તો કોઈ ઘર 5 કરોડનું છે. પરંતુ લોકો પાસે તક છે, આ ઘરને કોડીઓના ભાવ પર ખરીદવાની. કેટલાક નસીબદાર લોકો આ ઑફરનો ફાયદો ઉઠાવીને આ ઘરમાં રહી રહ્યા છે. આ તક આપી રહ્યું છે રેફલ હાઉસ, જે લોકોનું સપનું પુરું કરી રહ્યા છે. બસ તમારે રેફલ હાઉસની ટિકિટ ખરીદવાની હોય છે. જો તમે ખુશનસીબ હશો તો તમે જીતી શકો છો આ ઘર. તે પણ 200 રૂપિયા સુધીમાં. આવો જણાવીએ આ ઑફર વિશે.

સાઉથ લંડનમાં રહેતી 27 વર્ષની નિઓમી બૂનટમને આજે પણ વિશ્વાસ નથી થતો કે તે 4 કરોડ 86 લાખના ઘરમાં રહે છે. એટલા મોટા ઘરમાં રહે છે પરંતુ તેને કિંમત ચૂકવવી પડી છે માત્ર 500 રૂપિયા. નિઓમીનું કહેવું છે કે આ કોઈ સપનાની જેમ છે. તો આ ઘરમાં તે પતિની સાથે રહે છે. તે જે ઈચ્છે તે કરી શકે છે. બસ ઘરના પેપર તેમના નામ પર નથી.

માત્ર કેટલાક પૈસામાં ઘર ખરીદવાનું સપનું પુરું કરનારની લિસ્ટમાં માત્ર નિઓમી જ નથી. 23 વર્ષની જેમા નિકલિન જે હાલ વોલ્વરહેમ્પટનમાં રહે છે, તેણે હાલમાં જ રૂ. 200માં એક ટિકિટ ખરીદી, જે બાદ તેણે લગભગ 5 કરોડનો બંગલો પોતાના નામે કર્યો.

હવે તમે વિચારી રહ્યા હતો કે આટલા મોંઘા ઘર, આટલા સસ્તામાં કેમ મળી રહ્યા છે? આ ઑફર આપી રહ્યું છે રેફલ હાઉસ. તેઓ ટિકિટ્સ વેચે છે, જે બાદ તમારા નસીબ પર આધાર રાખે કે ઘર કોને મળે છે.

આ ઘરના માલિકો પોતાના ઘરને એટલા માટે આટલા સસ્તામાં વેચે છે, જેના માટે તે લોટરી ટિકિટ્સ વેચે છે. આ ટિકિટ્સ 200 થી 500 વચ્ચે વેચાય છે. આ પૈસા ઘરના અસલી માલિક પાસે જાય છે.

એક ઘર માટે લગભગ સાડા છ લાખ ટિકિટ્સ વેચાય છે. એવામાં માલિકને ઘણો ફાયદો થાય છે. જે એક વ્યક્તિના નામ પર આ લૉટરી નિકળે છે, તેનો તમામ ખર્ચ આ પૈસાથી જ ઉઠાવવામાં આવે છે.

આ ઘર પહેલાથી જ રિનોવેટેડ છે. ફી અને સ્ટેમ્પ ડ્યૂટી ઘરના અસલી માલિક આપે છે. આ ઘર ખૂબ જ આલીશાન દેખાય છે, પરંતુ કિસ્મતના ખેલથી તે તમારા નામે થઈ શકે છે.

જેના માટે તમારી પાસે 30 નવેમ્બર સુધીનો સમય છે. તમારે રેફલની વેબસાઈટ પર જઈને તેનો ફાયદો ઉઠાવી શકો છો. જો તમારા નસીબથી લૉટરી લાગી ગઈ તો, માત્ર 200 થી 500માં એક આલીશાન ઘરના માલિક બની શકો છો.

સોશિયલ મીડિયા પર અનેક લોકો આ ઑફર પર પોતાના ઘરને વેચવા માટે લગાવી રહ્યા છે. તે પોતાના ખાલી પડેલા ઘરને લૉટરી પર લગાવીને લોકોને લીઝ પર આપે છે.

You cannot copy content of this page