Only Gujarat

Bollywood TOP STORIES

સની લિયોની રહે છે 19 કરોડના ભવ્ય બંગલામાં, આવી છે Royal લાઈફ સ્ટાઈલ

મુંબઈઃ પોર્નસ્ટારથી બોલિવૂડ એક્ટ્રસ બનનારી સની લિયોનીનો 39 વર્ષની થઈ ગઈ છે. સની લિયોનીનો જન્મ 13 મે 1981એ સર્નિયા એન્ટારિયો, કેનેડામાં થયો હતો. ઇન્ટરનેટ પર મોસ્ટ સર્ચ પોપ્યુલર પીપલમાં સામેલ સની લિયોની આમ તો મુંબઈ રહે છે પણ, લૉસ એન્જલસમાં તેણે 19 કરોડ રૂપિયાની કિંમતનો એક આલિશાન બંગલો ખરીદ્યો છે. સનીની લાઇફ ખૂબ લગ્ઝરી રહી છે. સની લિયોનીના બર્થ-ડેના દિવસે અમે તમને તેનાં નવાં બંગલોના ફોટો બતાવીએ છીએ.

સની લિયોનીના આ બંગલામાં 5 બેડરૂમ, પ્રાઇવેટ સ્વીમિંગ પુલ, ગાર્ડન, મૂવી થિએટર છે. સની પાસે મુંબઈના અંધેરીમાં એક ફ્લેટ પણ છે. જેની કિંમત 3 કરોડ રૂપિયા કરતાં વધારે છે. ઉલ્લેખનીય છે કે, સની લિયોનીને એક દીકરી છે, જેનું નામ નિશા છે. સનીએ આ દીકરીને દત્તક લીધી છે. આ ઉપરાંત સની લિયોનીને બે જુડવા દીકરા છે, જેમનો જન્મ સેરોગેસી દ્વારા થયો છે.

સની લિયોની એક્ટિંગની સાથે સાથે બિઝનેસ પણ કરે છે, તેની લસ્ટ નામની પર્ફ્યૂમ બ્રાંડ પણ છે. 65 કરોડ કિંમતવાળી આ પર્ફ્યૂમ બ્રાન્ડને સની લિયોનીએ બે વર્ષ પહેલાં લોન્ચ કરી હતી. આ પ્રોડક્ટ્સ ઓનલાઇન સેલ કરવામાં આવે છે.

સની લિયોની કોસ્મેટિક પ્રોડક્ટ્સ વેચનારી કંપની સ્ટારસ્ટ્રક કોસ્મેટિક પણ ચલાવે છે. સ્ટારસ્ટ્રકથી પણ ઓનલાઇન પ્રોડક્ટ્સ, કોસ્મેટિક આઇટમની કમ્પલેટ રેન્જથી ખરીદી શકાય છે. સની લિયોનીએ માર્ચ 2018માં તેને લોન્ચ કરી હતી. જેની કિંમત 85 કરોડ રૂપિયા છે.

સની લિયોની પોર્ન ઇન્ડસ્ટ્રી છોડી ચૂકી છે, પણ કહેવામાં આવે છે કે, આજે પણ સની લિયોની સૌથી વધુ કમાણી એડલ્ટ વેબસાઇટ અને હિન્દી ફિલ્મોથી કમાણી કરે છે. આ ઉપરાંત સનીએ કેટલીક હૉલિવૂડની ફિલ્મોમાંથી પણ સારી કમાણી કરી છે.

સની લિયોની પાસે 55 લાખ રૂપિયાની Audi A5 અને 75 લાખ રૂપિયાની BMW 7 Series કાર છે. સની લિયોની સ્પોર્ટ્સ કારની શોખીન છે. સનિ લિયોની પાસે 1.14 કરોડ રૂપિયાની માસેરાતી ઘિબ્લી કાર પણ છે.

સની લિયોનીનો જન્મ સિખ પરીવારમાં થયો છે. સની લિયોનીનું સાચુ નામ કરણજીત કૌર વોહરા છે. સની લિયોની જ્યારે 11 વર્ષની હતી, ત્યારે તેમની ફેમિલી US શિફ્ટ થઈ ગઈ હતી. સનીના પિતા એન્જીનિયર હતાં અને મા હાઉસવાઇફ હતાં. સનીને એક ભાઈ છે, જેનું નામ સંદીપસિંહ વોહરા છે, જે અમેરિકામાં શેફનું કામ કરે છે.

You cannot copy content of this page