Only Gujarat

Bollywood

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં નવા ‘ટપ્પુ’ની થઈ ધમાકેદાર એન્ટ્રી

બહુ ફેમસ સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકોને મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે રાજ ઉનડકટ એટલે ટપ્પુએ સીરિયલને અલવિદાની વાત કરી હતી. રાજે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ જાણકારી આપી હતી. મેકર્સે પણ પોતાની ઓડિયન્સને ત્યાર બાદ સુનિશ્ચિત કરી દીધી હતી કે, થોડા દિવસમાં નવો ટપ્પુ આવશે. નવા ટપ્પુની સાથે મેકર્સ સીરિયલનું શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર છે. મેકર્સે નીતિશ ભલૂનીને આ રોલ માટે કન્ફર્મ કર્યો છે. જલ્દી નવો ટપ્પુ બનીને નીતિશ સીરિયલમાં જોવા મળશે.

આ ઉપરાંત નીતિશ જલ્દી સીરિયલનું શૂટિંગ શરૂ કરશે. જેઠાલાલના પુત્ર ટપ્પુ બનીને નીતિશ ઓડિયન્સનું દિલ જીતવામાં સફળ રહેશે કે નહીં તે તો હવે સમય જ બતાવશે. નીતિશ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પહેલા મેરી ડોલી મેરે અંગનામાં જોવા મળ્યો હતો. ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં નીતિશનું આ બહુ મોટો બ્રેક હોઈ શકે છે. કારણ કે છેલ્લા 14 વર્ષથી આ સીરિયલ ચાહકોની નંબર વન સીરિયલ હતી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે, અસિત કુમાર મોદી અને નીતિશ બન્ને પાસેથી આ અંગે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો તો બન્ને જવાબ આપ્યો નહતો. સીરિયલમાં આ પાત્ર પહેલા રાજ ઉનડકટ ભજવતો હતો જોકે હવે નીતિશ ભલુની ભજવશે. તેમણે વર્ષ 2017માં આ સીરિયલ જોઈન કરી હતી. આ પહેલા ભવ્યા ગાંધી આ પાત્ર ભજવતો જોવા મળતો હતો.

ડિસેમ્બર મહિનામાં રાજ ઉનડકટે આ સીરિયલને અલવિદા કહ્યું હતું. તેમણે પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, પાંચ વર્ષથી આ સીરિયલ સાથે જોડાયેલો રહ્યો છુ. પરંતુ ડિસેમ્બર મહિના પહેલા જ રાજે શોને અલવિદાની ચર્ચાઓ થઈ રહી હતી. પરંતુ અભિનેતાએ ફાઈનલ કહ્યું નહતું.

સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ શેર કરતાં રાજે લખ્યું હતું કે, હેલ્લો મિત્રો, સમય આવી ગયો છે કે, દરેક સમાચાર પર બ્રેક મારવાનો. મારી નીલા ફિલ્મ પ્રોડક્શન્સ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથેની સફર અહીં ખતમ થાય છે. મારા માટે આ એક શાનદાર સફર રહી હતી. મારા ઘણાં મિત્રો બન્યા અને મારા કરિયરનો આ સૌથી બેસ્ટ ફેઝ રહ્યો.

You cannot copy content of this page