Only Gujarat

Bollywood

ઉદેયપુરમાં સારા અલી ખાન હવે આ એક્ટર સાથે જલસા કરતી મળી જોવા, જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન હાલમાં સારા અલી ખાન સાથે જોવા મળ્યો હતો. આ જ કારણે ચાહકોમાં ચર્ચા થવા લાગી કે બંને વચ્ચે અફેર છે. કાર્તિકના એક ચાહકો પેજે સોશિયલ મીડિયામાં બંનેની તસવીરો શૅર કરીને દાવો કર્યો છે કે આ તસવીર ઉદયપુરની છે અને બંને સાથે અહીંયા સમય પસાર કરી રહ્યા છે.

કાર્તિક-સારા સાથે ખુશ જોવા મળ્યો
આ તસવીરમાં કાર્તિક તથા સારા એકબીજાની સાથે ખુશ તથા કમ્ફર્ટેબલ જોવા મળ્યા હતા. તસવીરમાં કાર્તિક બ્લૂ એન્ડ વ્હાઇટ ચેક શર્ટ તથા સન ગ્લાસમાં હતો તો સારા બ્લેક એન્ડ વ્હાઇટ ટોપમાં જોવા મળે છે.

વેલેન્ટાઈન ડે વીક દરમિયાન પ્રપોઝ ડે પર કાર્તિક અને સારા અલી ખાનની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અને ચાહકો તે બેન્ને આ કેમેસ્ટ્રી જોઈને બહુ જ ખુશ છે. ચાહકોને હવે એ આશા છે કે, બધું જૂનું ભૂલીને કાર્તિક અને સારા ફરીથી એક થઈ જવું જોઈએ.

કાર્તિક-સારાએ ઉદયપુરની તસવીર શૅર કરી
કાર્તિકે સો.મીડિયામાં ઉદયપુરના તળાવ કિનારાની તસવીર શૅર કરી હતી. ત્યારબાદ પોતાનો ચહેરો બતાવ્યા બાદ હોડીની મજા માણતો હોય તેવી એક તસવીર શૅર કરી હતી. તો સારાએ પણ ઉદયપુરની બે તસવીર શૅર કરી હતી, જેમાં એક તસવીરમાં તે જે હોટલમાં રોકાઈ છે, તેની હતી અને બીજામાં રાજસ્થાની થાળી જોવા મળી હતી.

ચાહકો બંનેને સાથે જોઈને ખુશ
ચાહકો એવી અટકળો કરી રહ્યા છે કે કાર્તિક તથા સારા એક સાથે ઉદયપુરમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. કેટલાંકે તો એવી પણ વાતો કરી હતી કે વેલેન્ટાઇન વીક દરમિયાન પ્રપોઝ ડે પર કાર્તિકે સારાને પ્રપોઝ કર્યું હશે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે લાગે છે કે આ વખતે સારા પહેલાં કરતાં વધુ પ્રેમમાં છે. અન્ય એકે કહ્યું હતું કે બંનેએ તમામ જૂની વાતો ભૂલાવીને નવી શરૂઆત કરી હોય તેમ લાગે છે.

કાર્તિક-સારાએ નવા વર્ષે પણ એક જ જગ્યાની તસવીર શૅર કરી હતી
ન્યૂ યર દરમિયાન પણ કાર્તિક તથા સારાએ એક જ સમયે એક જ જગ્યાની તસવીરો શૅર કરી હતી. આ તસવીરો જોયા બાદ તે સમયે પણ સો.મીડિયા યુઝર્સને લાગ્યું કે બંને સાથે લંડનમાં છે.

કાર્તિક-સારાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
કાર્તિક હાલમાં ‘શહઝાદા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ અલ્લુ અર્જુનની ફિલ્મની હિંદી રીમેક છે. આ ઉપરાંત કાર્તિક ‘કેપ્ટન ઇન્ડિયા’ તથા ‘સત્યપ્રેમ કી કથા’નાં પણ કામ કરી રહ્યો છે. સારા પાસે પણ 3-4 ફિલ્મ છે, જેમાં એક ફિલ્મમાં તે વિકી કૌશલ સાથે છે.

You cannot copy content of this page