Only Gujarat

National

રીસાઇકલ્ડ બોટલોમાંથી બનેલું જેકેટ પહેરી PM મોદી પહોંચ્યા સંસદ, જાણો તેની ખાસિયતો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોષાક અંગે હંમેશાં ચર્ચામાં રહ્યા છે. ગણતંત્ર દિન હોય કે સ્વાતંત્ર્ય દિન હોય મોદીનું જેકેટ હંમેશાં ચર્ચાનો વિષય બની રહ્યું છે. ખાસ વાત તો તે છે કે તેઓનું જેકેટ રીસાઇકલ્ડ બોટલોમાંથી બનાવેલું છે. તે જેકેટ પહેરીને જ વડાપ્રધાન બુધવારે સંસદભવન પર પહોંચ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ આ જેકેટ તેઓને ઇંડીયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ભેટ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાનનાં કાર્યાલયે જણાવ્યા પ્રમાણે વડાપ્રધાને સોમવારે કર્ણાટકનાં પાટનગર વેંગલુરૂમાં ‘ભારતઊર્જા સપ્તાહ’નું ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાનતેઓએ ઇન્ડિયન ઓઇલની અનબોટલ્ડ પહેલ નીચે યુનિફોર્મ પણ લૉન્ચ કર્યો હતો.

વડાપ્રધાનનાં કાર્યાલયના જણાવ્યા પ્રમાણે, ઇંડીયન ઓઇલે રીટેલ કસ્ટમર એટેન્ડન્ટસ અને એલ.પી.જીની ડીલીવરી કરનારા કામદારો માટે આ પ્રકારનો જ (બોટલ્સને ઓગાળી તેનાં પ્રવાહીનાં તાંતણાંનો) રીસાયકલ્ડ યુનિફોર્મ રાખવા માટે નિર્ણય લીધો છે. એવું જાણવા મળ્યું છે કે એક યુનિફોર્મ તૈયાર કરવામાં ૨૮ પીઈટી બોટલ્સનો ઉપયોગ થાય છે.

ઈન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર, એક યુનિફોર્મને બનાવવામાં કુલ 28 બોટલને રિસાઇકલ કરવામાં આવે છે. કંપનીની યોજના દર વર્ષે 10 કરોડ PET બોટલોને રિસાઇકલ કરવાનો છે. તેનાથી પર્યાવરણના સંરક્ષણમાં મદદ મળશે અને પાણીની પણ મોટી માત્રામાં બચત થશે. કોટનને કલર કરવામાં ભારે માત્રામાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે પોલિસ્ટરને ડોપ ડાઈંગ કરવામાં આવે છે. તેમા પાણીના એક ટીપાંનો પણ ઉપયોગ કરવામાં નથી આવતો. IOCની યોજના PET બોટલોનો ઉપયોગ કરીને સશસ્ત્ર દળો માટે નોન-કોમ્બેટ યુનિફોર્મ બનાવવાનો પણ છે.

PM મોદી માટે તામિલનાડુના કરૂરની કંપની શ્રી રેંગા પોલીમર્સે જેકેટ તૈયાર કર્યું છે. કંપનીના મેનેજિંગ પાર્ટનર સેંથિલ શંકરે દાવો કર્યો કે, તેમણે ઈન્ડિયન ઓઇલને PET બોટલમાંથી બનેલા નવ કલરના કપડાં આપ્યા હતા. ઈન્ડિયન ઓઇલે ગુજરાતમાં વડાપ્રધાનના ટેલર પાસે આ જેકેટ તૈયાર કરાવડાવ્યું છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની જેકેટ બનાવવામાં સરેરાશ 15 બોટલનો ઉપયોગ કરવામાં આવે છે. એક આખો યુનિફોર્મ બનાવવામાં સરેરાશ 28 બોટલનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્લાસ્ટિક બોટલમાંથી બનેલા ગારમેન્ટની સૌથી મોટી ખૂબી એ છે કે, તેને કલર કરવામાં એક ટીપૂં પાણીનો પણ ઉપયોગ કરવામાં નથી આવતો. સેંથિલે જણાવ્યું કે, કોટનને કલર કરવામાં મોટી માત્રામાં પાણી બરબાદ થાય છે. પરંતુ, PET બોટલમાંથી બનેલા ગારમેન્ટમાં ડોપ ડાઈંગનો ઉપયોગ કરવામાં આવે છે. બોટલમાંથી પહેલા ફાઇબર બનાવવામાં આવે છે. પરંતુ, PET બોટલમાંથી બનેલા ગારમેન્ટમાં ડોપ ડાઈંગનો ઉપયોગ કરવામાં આવે છે. બોટલમાંથી પહેલા ફાઇબર બનાવવામાં આવે છે અને પછી તેમાંથી યાર્ન તૈયાર કરવામાં આવે છે. યાર્નમાંથી પછી ફેબ્રિક બનાવવામાં આવે છે અને પછી સૌથી છેલ્લે ગારમેન્ટ તૈયાર કરવામાં આવે છે. રિસાઇકલ બોટલમાંથી બનેલા જેકેટની રિટેલ માર્કેટમાં કિંતમ 2000 રૂપિયા છે.

You cannot copy content of this page