Only Gujarat

Bollywood

અથિયાની બોલ્ડ તસવીર પર કે એલ રાહુલે કરી કમેન્ટ, સોશ્યિલ પર શરૂ થઈ અફેરની ચર્ચા

મુંબઈ: સિનેમાજગત અને ક્રિકેટનો સંબંધ જૂનો છે. આ બંને ક્ષેત્રોના સિતારાઓ અનેક વાર એકબીજાને દિલ દઈ ચુક્યા છે. જેમાં અઝરુદ્દીન અને સંગીતા બિજલાણીથી લઈને વિરાટ કોહલીથી લઈને અનુષ્કા શર્માનું નામ સામેલ છે. હાલમાં ક્રિકેટર કે. એલ. રાહુલનું નામ એક બોલીવુડની એક હીરોઈન સાથે જોડવામાં આવી રહ્યું છે. આ હીરોઈન બીજી કોઈ નહીં પરંતુ સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી છે. અથિયા અનેક વાર કે. એલ. રાહુલ સાથે જોવા મળી છે.

આથિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્વિમસૂટ વાળી તસવીર શેર કરી, જેના પર કે.એલ. રાહુલના કમેન્ટે લોકોનું ખૂબ જ ધ્યાન ખેંચ્યું. સ્વિમસૂટમાં અથિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. અથિયાની આ તસવીર પર ચાહકોએ ઘણી કમેન્ટ્સ કરી પરંતુ કે.એલ. રાહુલની કમેન્ટ ખાસ હતી.

કે.એલ. રાહુલે આથિયાની તસવીર પર માત્ર એક શબ્દ જેફા (jefa) લખ્યો છે. જેફા એક સ્પેનિશ શબ્દ છે. જેનો મતલબ થાય છે – બૉસ. જો કે બંને અફેરની ખબરોને નકારી ચૂક્યા છે પરંતુ સોશિયલ મીડિયા પર બંનેના ડેટિંગની ખબરો જોરશોરથી ચાલી રહી છે.

આથિયા અને કે. એલ. રાહુલના લગ્નની ખબરો લાંબા સમયથી સોશિયલ મીડિયામાં આવી રહી છે. જો કે, બંનેએ તેના પર હજી સુધી કાંઈ ખુલીને નથી કહ્યું, પરંતુ સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરીને ઘણું કહેતા નજર આવી રહ્યા છે.

અથિયા શેટ્ટીએ સૂરજ પંચોલીની સાથે ફિલ્મ ‘હીરો’થી વર્ષે 2015માં બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીમાં અથિયા બોલીવુડમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ નથી થઈ. ભલે અથિયાર એક બાદ એક હિટ ફિલ્મમાં નજર નથી આવી રહી, પરંતુ સોશિયલ મીડિયા પર તેની ઘણી મોટી ફેન ફૉલોઈંગ છે.

You cannot copy content of this page