Only Gujarat

Bollywood

અરબાઝ સાથે ડિવોર્સ લીધાની આગલી રાત્રે શું થયું હતું? મલ્લાઈકાએ કરીનાની સામે જ કર્યાં ચોંકાવનારા ખુલાસાઓ

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ મલ્લાઇકા અરોરા અને અરબાઝ ખાને 2016માં એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો અને 2017માં બંન્ને અલગ થઇ ગયા હતા. મલ્લાઇકાએ પોતાની ફ્રેન્ડ કરીના કપૂરના ચેટ શોમાં જણાવ્યું હતુ કે, ડિવોર્સની આગલી રાત સુધી તેનો પરિવાર તેને શું કહી રહ્યો હતો. નોંધનીય છે કે અરબાઝ સાથે ડિવોર્સ બાદ મલ્લાઇકા અર્જુન કપૂર સાથે રિલેશનશીપમા છે.
મલ્લાઇકાએ કહ્યું હતું કે, ડિવોર્સની આગલી રાત્રે આખો પરિવાર મારી સાથે બેઠો હતો અને એકવાર ફરી મને પૂછ્યું કે શું તારો નિર્ણય અડગ છે. શું તું 100 ટકા તારા નિર્ણય પર અડગ છે? હું લાંબા સમયથી આ સાંભળતી આવી રહી હતી અને મને લાગતું હતું કે આ એ લોકો છે જેમને મારી ચિંતા છે. સૌથી સારી સલાહ હતી કે તે જે નિર્ણય લીધો છે જેને લઇને તારા પર ગર્વ છે. તું મજબૂત મહિલા છે.

મલ્લાઇકાએ કહ્યું હતું કે મને લાગે છે કે હું વાસ્તવમાં એવી છું. જ્યારે તમે લગ્નજીવનમાં ખુશ નથી હોતા તો તમારે તમારી ડિગ્નિટી, સેલ્ફ રિસ્પેક્ટ માટે એ કરવું જોઇએ જે તમે કરી શકો છો. મે અગાઉ ક્યારેય આ અંગે વાત કરી નહોતી.

જ્યારે મલ્લાઇકાને પૂછવામાં આવ્યું કે એક સંબંધ તૂટ્યા બાદ બીજો સંબંધ જોડાઇ શકે છે તો તેણે કહ્યુ કે, હા, કેમ નહી. સંબંધ તૂટ્યા બાદ આગળ વધવું જરૂરી છે. એક સંબંધ તૂટ્યા બાદ ફરીથી કોઇને ડેટ કરવું મુશ્કેલ હોય છે પરંતુ અસંભવ નથી. મલ્લાઇકાએ ડિવોર્સ બાદ લાઇફને લઇને કહ્યું હતું કે, પ્રથમવાર તમે એક રીતે આઝાદીનો અનુભવ કરશો. નવા લોકોને મળશો. તમે બેડ પર એકલા સૂઇ શકશો. આ પણ એક રીતે નવી વાત છે.

અરબાઝ ખાન ક્રિકેટના સટ્ટામાં ફસાયો હતો ત્યારે તેણે પોલીસને એક નિવેદન આપ્યું હતુ કે, મલ્લાઇકા સાથે તેના સંબંધો સટ્ટાની આદતના કારણે બરબાદ થયા છે. અરબાઝને કહ્યું હતું કે, સટ્ટેબાજો પૈસા વસૂલવા માટે મલ્લાઇકાને ફોન કરવા લાગ્યા હતા. જેને લઇને તેમની વચ્ચે લડાઇ શરૂ થઇ હતી અને વાત ડિવોર્સ સુધી પહોંચી ગઇ હતી.

મલ્લાઇકાએ ડિવોર્સના બદલામાં અરબાઝ ખાન પાસે એલુમની એમાઉન્ટ તરીકે 10 કરોડ રૂપિયા માંગ્યા હતા. રિપોર્ટ અનુસાર અરબાઝ ખાને મલ્લાઇકાને એલુમની એમાઉન્ટ તરીકે 15 કરોડ રૂપિયા આપ્યા હતા.

મલ્લાઇકા અને અરબાઝે લગભગ પાંચ વર્ષ ડેટિંગ કર્યા બાદ 1998માં લગ્ન કર્યા હતા. પરંતુ 2016માં તે અલગ થઇ ગયા. મે 2017માં તેમના ડિવોર્સને કાયદાની મંજૂરી મળી હતી. બંન્નેનો દીકરો અરહાન ખાન છે જે હવે મલ્લાઇકા સાથે રહે છે.

ડિવોર્સ બાદ મલ્લાઇકાનું નામ અર્જૂન કપૂર સાથે જોડાયું છે જ્યારે અરબાઝ ખાન જ્યોર્જિયાની એન્ડ્રીયાની સાથે જોવા મળે છે. અર્જુન સાથે સંબંધોને લઇને મલ્લાઇકાને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, કોઇની રાહ જોવી જોઇએ નહીં. બધુ પોતાના સમય પર થાય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page