Only Gujarat

Bollywood

સાવકી મા હેમા માલિનીથી માત્ર 8 વર્ષ નાનો છે પુત્ર સની દેઓલ

મુંબઈઃ બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિનીને દરેક લોકો ઓળખે છે. હેમા માલિની UPના મથુરાથી ભાજપની સાંસદ છે. હેમા માલિનીના પતિ ધર્મેન્દ્ર પણ રાજસ્થાનની બીકાનેર સીટ પરથી સાંસદ રહી ચૂક્યાં છે. ધર્મેન્દ્રના દીકરા સની દેઓલ પણ અત્યારે લોકસભામાં ગુરદાસપુરથી સાંસદ છે. આ સમયે લોકસભામાં હેમા માલિની અને સની દેઓલ એક જ પાર્ટીના પ્રતિનિધી છે. એવામાં હેમા માલિની સાથે સની દેઓલનો કેવો સંબંધ છે તે અમે તનમે જણાવીએ.

હેમા માલિની સની દેઓલની સાવકી મા છે. સની દેઓલ ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરનો દીકરો છે.

સની દેઓલ અને હેમા માલિની વચ્ચે માત્ર 8 વર્ષનો ફરક છે. હેમા માલિની 72 વર્ષની છે અને સની દેઓલ 64 વર્ષનો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સની દેઓલ અને હેમા માલિનીનો સંબંધ કંઈ ખાસ નથી. હેમા માલિની આજ સુધી સની દેઓલના ઘરે ગઈ નથી.

સની દેઓલ પણ હેમા માલિની સાથે ક્યારેય પણ ફંક્શનમાં સામેલ થયાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે, ઈશા દેઓલના લગ્નમાં હેમાએ સની અને બોબી દેઓલને આમંત્રિત કર્યાં હતાં પણ બંનેમાંથી કોઈ આવ્યું નહોતું.

ક્યારેય રક્ષાબંધનના તહેવાર પર સની દેઓલ તેમની સાવકી બહેનો સાથે જોવા મળ્યા નથી.

જોકે, વર્ષ 2015માં જ્યારે હેમા માલિની એક રોડ દુર્ઘટનામાં ઘાયલ થયાં હતાં ત્યારે સની દેઓલ તેમની ખબર પૂછવા આવ્યાં હતાં. આ વાત ખુદ હેમા માલિનીએ જણાવી હતી.

You cannot copy content of this page