Only Gujarat

Bollywood

શાહરૂખ-કોજોલની ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મ આ 9 કેરેક્ટરે બનાવી હતી સુપરહિટ

મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ને 22 વર્ષ થઈ ગયાં છે. આ અવસરે કરણ જોહરના ધર્મા પ્રોડક્શને તેમના ટ્વીટર પર એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં ફિલ્મના યાદગાર સીન બતાવવામાં આવ્યાં છે. આ પોસ્ટમાં તેમણે શાહરૂખ ખાન, કાજોલ, રાણી મુખર્જી, કરણ જોહર અને અપ્રૂવ મહેતાને ટેગ કર્યાં છે. ટ્વીટમાં ખુદને ટેગ ન કરાતા એક્ટર અનુપમ ખેરે ધર્મા પ્રોડક્શનને ટોણો માર્યો છે. અનુપમે ટ્વીટ કરી કહ્યું કે, ‘અમે પણ ફિલ્મમાં હતાં દોસ્ત. અમને પણ ટેગ કરી દીધા હોત. ફિલ્મનો ભાગ બની ખુશી થઈ.’

એવાં ઘણાં કેરેક્ટર છે જેને ફિલ્મોમાં ભૂલી જવામાં આવે છે. કુછ કુછ હોતા હૈ તે સમયની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મમાંથી એક હતી. જેમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાણી મુખર્જીએ લીડ રોલ પ્લે કર્યો હતો, પણ આ ઉપરાંત અન્ય મહત્ત્વના કેરેક્ટર હતાં, જેમણે આ ફિલ્મને બનાવી. તો અમે તમને તે એક્ટર વિશે જણાવીએ.

અનુપમ ખેર
અનુપમ ખેરે ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં ટીના મલ્હોત્રા (રાની)ના પિતા અને કાજોલના પ્રિન્સિપલ મલ્હોત્રાનો રોલ પ્લે કર્યો હતો. પ્રિન્સિપલ મલ્હોત્રા એક ખૂબ જ ચંચળ વ્યક્તિ હતાં, જે પ્રોફેસર બ્રિગેંઝા પર ફિદા હતાં. પ્રિસ્નિપલ મલ્હોત્રાને લીધે જ રાહુલ અને ટીના મળ્યાં હતાં.

અર્ચના પૂરણ સિંહ
અર્ચનાએ આ ફિલ્મમાં મિસ બ્રિગેંઝાનો રોલ પ્લે કર્યો હતો. મિસ બ્રિગેંઝા જ રાહુલને પ્રેમ અને ફ્રેન્ડશિપની પરિભાષા પૂછે છે. તેમના જ ક્લાસમાં રાહુલનો જવાબ સાંભળી અંજલિ તેમના પ્રેમમાં પડી જાય છે.

ફરીદા જલાલ
ફરીદાએ આ ફિલ્મમાં રાહુલ ખન્ના (શાહરૂખ ખાન)ની મા સવિતા ખન્ના ઉર્ફે દાદીનો રોલ પ્લે કર્યો હતો. દાદી જ નાની અંજલિની મદદ સમર કેમ્પમાં જવા માટે કરે છે અને ત્યાં બાળકો સાથે ખૂબ જ મસ્તી પણ કરે છે. સાથે જ દાદી નાની અંજલિની મદદ રાહુલ અને અંજલિને એક કરવામાં પણ કરે છે.

સલમાન ખાન
સલમાન ખાને આ ફિલ્મમાં કાજોલના રોલ અંજલિના મંગેતર અમનનો રોલ પ્લે કર્યો હતો. અમનને લીધે અંજલિ અને રાહુલ એક થયાં હતાં.

સના સઈદ
એક્ટ્રસ સના સઈદે ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં રાહુલ (શાહરૂખ ખાન) અને ટીના (રાની મુખર્જી)ની દીકરી અંજલિનો રોલ પ્લે કર્યો હતો. અંજલિ એક નટખટ છોકરી હતી. જે તેના પિતાનું ધ્યાન રાખવાની સાથે તેમને હેરાન કરતી હતી. તે અંજલિ જ હતી જેને તેના પિતા રાહુલ અને તેમની ફ્રેન્ડ અંજલિ (કાજોલ)ને ફરી મળાવ્યાં હતાં.

પરઝાન દાસ
આ ફિલ્મમાં સૌથી પ્રેમાળ સદસ્ય હતાં પરઝાન દાસ, જેમણએ અંજલિ( સના સઈદ)ના સમર કેમ્પવાળા ફ્રેન્ડનો રોલ પ્લે કર્યો હતો. નાના સરદારના રોલમાં પરઝાન ખૂબ જ ક્યૂટ લાગતો હતો. તેમની પાસે આખી ફિલ્મમાં એક જ ડાયલોગ હતો. તેમને કાજોલના રોલ અંજલિને કહેવું, ‘તુસ્સી જા રહે હો? તુસ્સી ના જાઓ’ ખૂબ જ ફૅમશ થયો હતો. આ ડાયલોગ માટે આજે પણ પરઝાનને યાદ કરવામાં આવે છે.

હિમાની શિવપુરી
હિમાની શિવપુરીએ આ ફિલ્મમાં રિફત બીનો રોલ પ્લે કર્યો હતો. પોતાનો પ્રેમ અધૂરો રહ્યા પછી અંજલિ, રિફત બીને ગળે મળીને રડે છે અને કહે છે કે, તે શહેર છોડીને તેની મા પાસે પાછી જઈ રહી છે. અંજલિની રાહુલ માટેની ફિલિંગ્સ પણ રિફત બી જ સપોર્ટ કરે છે.

રીમા લાગૂ
કુછ કુછ હોતા હૈની રીમા લાગૂએ અંજલિ (કાજોલ)ની માનો રોલ પ્લે કર્યો હતો. તેમનો રોલ ફિલ્મમાં નાના જ હતો, પણ તેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

ગીતા કપૂર
અંજલિનો પ્રેમ અધૂરો રહ્યાં પછી ‘તુઝે યાદ ના મેરી આયી’ ગીત આવે છે. આ તે સમયનું સૌથી ફેમશ સેડ સોન્ગ હતું. બોલિવૂડનું ઓલ ટાઇમ ફેવેરિટ સેડ સોન્ગ પણ છે. આ વાત શરૂઆતમાં ઓછા લોકો જાણતાં હતાં કે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર રિઆલિટી શૉની જજ અને કોરિયોગ્રાફર ગીતા કપૂર આ ગીતનો ભાગ હતી. ગીતા આ ગીતની શરૂઆતમાં આવે છે.

You cannot copy content of this page