Gadar-2 ફિલ્મની અમિષા પટેલ 22 વર્ષમાં આટલી બદલાઈ ગઈ, ભલભલી અભિનેત્રીઓ પડે છે ફિક્કી

22 વર્ષ પહેલા ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’માં નટખટ સકીનાનો રોલ કરનાર અમીષા પટેલ 47 વર્ષની છે. 9 જૂન, 1976ના રોજ મુંબઈમાં જન્મેલી અમીષા પટેલ હજુ પણ વર્જિન છે. એક સમયે લોકોના દિલ પર રાજ કરતી અમીષાનો લુક હવે ઘણો બદલાઈ ગયો છે.

45 વર્ષની અમીષા પટેલે હજુ સુધી લગ્ન કર્યા નથી. અમીષા પટેલ થોડા દિવસ પહેલા બિગ બોસ સીઝન 13માં જોવા મળી હતી. એટલું જ નહીં, તે સલમાન ખાન સાથે શોના પ્રીમિયરમાં પણ જોવા મળી હતી. નિર્માતાઓએ અમીષાને બિગ બોસના ઘરની માલકીનના રૂપમાં પ્રવેશ અપાવ્યો હતો પરંતુ ત્યારથી તે શોમાં જોવા મળી નથી.

એક સમયે અર્થશાસ્ત્ર જેવા ગંભીર વિષયમાં ગોલ્ડ મેડલ જીતનારી અમીષાને હવે અર્થશાસ્ત્રમાં ભાગ્યે જ રસ છે, પરંતુ તેણે અનેક પ્રસંગોએ ઇન્ડસ્ટ્રીની અન્ય અભિનેત્રીઓની મજાક ઉડાવી છે કે તે બધામાં સૌથી વધુ ભણેલી છે.

અમીષાએ તેનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કેથેડ્રલ એન્ડ જોન કેનન સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું. આ પછી તે ટફ્ટ્સ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે 1992માં મેસેચ્યુસેટ્સ (યુએસએ) ગઈ. અહીં તેણે પોતાના શાનદાર અભ્યાસના આધારે અર્થશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ જીત્યો. અમીષા બાળપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી.

ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ જેવી સુપરહિટ ફિલ્મથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર અમીષા પટેલના ખાતામાં ભાગ્યે જ ત્રણ-ચાર ફિલ્મો છે, જેણે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હોય. આ ફિલ્મોમાં ‘ગદરઃ એક પ્રેમ કથા’, ‘હમરાજ’ અને તમિલ ફિલ્મ ‘પુડિયા ગીતે’નો સમાવેશ થાય છે.

અત્યાર સુધી લગભગ 35 ફિલ્મોમાં કામ કરી ચુકેલી અમીષાએ પોતાના કરિયરમાં ઋત્વિક રોશન, સની દેઓલ, બોબી દેઓલ, સલમાન ખાન, સૈફ અલી ખાન, અનિલ કપૂર, સંજય દત્ત અને અક્ષય ખન્ના જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે, પરંતુ તેનો ફાયદો તેને મળ્યો નથી. ઋત્વિક રોશન, સની દેઓલ અને બોબી દેઓલને બાદ કરતાં અન્ય સ્ટાર્સ સાથેની અમીષાની મોટાભાગની ફિલ્મો કંઈ ખાસ કરી શકી નથી.

અમીષા પટેલ પ્રખ્યાત રાજકારણી બેરિસ્ટર રજની પટેલની પૌત્રી છે. તેમના દાદા તેમના સમયમાં મુંબઈ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા. અમીષાનો જન્મ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો છે. તેણે ભરતનાટ્યમની તાલીમ લીધી છે.

અમીષાના નામકરણની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. અમિષાનું નામ તેના પિતા અમિત અને માતા આશાના નામને જોડીને રાખવામાં આવ્યું હતું. જેમાં તેમના પિતાના નામના સ્પેલિંગના પહેલા ત્રણ અક્ષર લેવામાં આવ્યા છે જ્યારે માતાના નામના સ્પેલિંગના છેલ્લા ત્રણ અક્ષર લેવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે અમીષા પટેલ છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’માં જોવા મળી હતી. અમીષા ટૂંક સમયમાં દેશી મેજિક, ધ ગ્રેટ ઈન્ડિયન કેસિનો, તૌબા તેરા જલવા અને ફૌજી બેન્ડ જેવી ફિલ્મોમાં જોવા મળશે.