કમબેક માટે દયાભાભીના પતિએ એવી એવી આકરી શરતો મૂકી કે સાંભળીને જ ઝટકો લાગશે

ગુજરાતીઓમાં ઘરે ઘરે જોવાતી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીને પાછા લાવવાની તૈયારીઓ છેલ્લાં કેટલાય સમયથી ચાલી રહી છે, પણ દર વખતે કોઈને કોઈ મુદ્દે વાત અટકી જાય છે. દિશા વાકાણી પાંચ વર્ષથી શોમાં દેખાઈ નથી. મેટરનિટી લીવ પર ગયેલી દિશા હજી સીરિયલમાં પાછી ફરી નથી. જોકે ફરી એક વાર દયાભાભની કેમબેકની અટકળો તેજ થઈ ગઈ છે.

Koimoiના રિપોર્ટ મુજબહ દિશા વાકાણીએ કમબેક માટે મોટી રકમની માંગણી કરી છે. એટલા માટે વાત આગળ વધી શકતી નથી. દિશા વાકાણીએ મેકર્સે પાસે તેના ફીમાં ધરખમ વધારાની માંગ કરી છે. રિપોર્ટ મુજબ દિશાએ એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા માગ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ દિશા વાકાણીએ મેકર્સ પાસે 1.5 લાખ રૂપિયા ફી ઉપરાંત અન્ય શરતો પણ રાખી છે. જે મુજબ દિશા દરરોજ માત્ર 3 કલાક જ શૂટિંગ કરશે. એટલું જ નહીં દિશા વાકાણીએ સેટ પર પોતાના દીકરા માટે નર્સરી અને ફુલ ટાઈમ આયાની પણ માંગણી કરી છે.

માનવામાં આવે છે કે આ બધી ડિમાન્ડ દિશા વાકાણીના પતિ મયુર તરફથી રાખવામાં આવી છે. દિશાના કમબેક અને તેના ફીને લઈને આ બધા દાવા જીજાજી નામના ઈન્સ્ટાગ્રામ પર આપવામાં આવ્યા છે. એટલા માટે આમા કેટલી સત્યતા છે તેની પુષ્ટી થઈ શકી નથી.

દિશાને લઈને થઈ રહેલા દાવાઓમાં શું સાચું એ તો બહાર નથી આવ્યું હતું પણ એ વાત જરૂર સાચી છે કે ફેન્સ દિશાના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દિશા વાકાણીની શોની રોનક છે. તેના શોમાં આવવાથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં સાર ચાંદ લાગી જશે.

You cannot copy content of this page