Only Gujarat

National

એક જ ઝાટકે આ યુવતીએ ઉતાર્યું 27 કિલો વજન, તમે પણ કરો આ ડાયટ પ્લાન ફોલો

સુસ્ત લાઈફસ્ટાઈલ, ચાલવું, ફાસ્ટ ફૂડનું સેવન કરવું, પેકેટવાળું ફૂડ, વધારે પડતી કેલેરી સહિતની વસ્તુઓ મોટાપાના મુખ્ય કારણો સામેલ છે. સમય પહેલા ‘ધ ઈન્ડિયા ડાયબિટીઝ’ સ્ટડીમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં લગભગ 15.3 કરોડ લોકો મોટાપાનો શિકાર બનેલા છે. વજન ઓછું કરવા માટે ભારે કામ કરવું માનવામાં આવે છે. પરંતુ જો મહેનત સાચી દિશામાં કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ વજન ઓછું કરી શકે છે. પરંતુ જો મહેનત સાચી દિશામાં થાય નહીં તો ગમે તે એટલી કોશિષ કરવામાં આવે પણ વજન ઓછું થતું નથી. જો થયું તો પણ વજન ફેટના રૂપમાં ઓછું થાય નહીં. પરંતુ મસલ્સના રૂપમાં ઓછું થશે, જે શરીર માટે બહુ જ નુકશાનકારક છે.


અમે તમને એક એવી વર્કિંગ વુમનની ટ્રાન્સફોર્મેશન જર્ની વિશે જણાવી રહ્યાં છે, તેણે પોતાનો 27 કિલો વજન ઓછું કર્યું છે, જો કહેવામાં આવે તો લગ્ન બાદ મહિલાઓનું વજન ઓછું થઈ શકે નહીં અથવા તેમને વજન ઓછું કરવાનો સમય મળતો નથી, તેઆ લોકો આ સ્ટોરીમાંથી શીખ લઈ શકે છે કે જોબ અથવા ફેમિલી સંભાળવાની સાથ-સાથે કેવી રીતે વજન ઓછું કરી શકાય છે, તો આવો વેટ લોસ જર્ની વિશે તમે જાણો છો.


અનુ બઠલાએ એક ખાનગી વેબસાઈટને જણાવ્યું હતું કે, નાનપણથી ટેડી બિયર જેવી છોકરી લાગતી હતી. પરંતુ તેમણે ક્યારે આવું વિચાર્યું હતું કે તે વજન ઓછું કરશે અને પોતાનું વજન ઘટાડ્યા બાદ બીજાને પણ ફિટ રહેવા માટે મદદ કરવા લાગી છે.


તેણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રેગ્રેન્સી બાદ બાળકો થયા બાદ તેમને સંભાળવા, ઘરનું કામ કરવાનું અને ટીચિંગની જોબના કારણે હું ખુશ પર ધ્યાન આપી શકતી નથી. જેનાથી મારું વજન લગભગ 85 કિલો થઈ ગયું હતું. પછી થોડા સમય બાદ મને અફસોસ થયો કે મારું વજન વધારે થઈ ગયું છે તો મેં વજન ઓછું કરવાનું વિચાર્યું અને ઈન્ટરનેટ પર વજન ઓછું કરવાનું સર્ચ કરવાનું શરૂ કર્યું.


ત્યાર બાદ મેં જીમ જોઈન કર્યું તો ત્યાં એક લોકલ ટ્રેનરનું વજન ઓછું કરવા માટે મને ફેટ બર્નર લેવાનું કહ્યું. મને તે સમય એટલી બધી માહિતી નહોતી જેના કારણે મેં તે કપ્સૂલ પણ લીધી. તેને ગળવાનું શરૂ કર્યાં બાદ મારું વજન અચાનક ઓછું થવા લાગ્યું પરંતુ થોડા સમય બાદ પાછું વધવા લાગ્યુ હતું.


ત્યાર બાદ લોકડાઉન લાગી ગયું હતું અને ફ્રી સમયમાં મેં વેટ લોસ કરવાની રસ્તો અને વિજ્ઞાન વિશે અભ્યાસ શરૂ કર્યો. જેનાથી મને ખબર પડી કે વેટ લોસ માટે કોશિશ ખોટી દીશામાં કામ કરી રહી હતી. ત્યાર બાદ મેં સર્ટિફાઈડ કોચ સચિન કુમાર સાથે વાત કરી અને તેમને ડાઈટ અને વર્કઆઉટ પ્લાન આપ્યો. તેમણે મને જે ડાયટ અને વર્કઆઉટ પ્લાન આપ્યયો હતો તેને મેં ફોલો કરવાનું શરૂ કરી દીધું અને થોડા જ મહિનામાં મારું વજન ઘટવા લાગ્યું હતું.

નામ: અનુ બઠલા

ઉંમર: 34 વર્ષ

કામ: લેક્ચરર

શહેર: ગુડગાંવ

લંબાઈ: 5 ફૂટ 4 ઈંચ, 162 cm

પહેલાનું વજન: 85 કિલો

હાલનું વજન: 58 કિલો

પહેલાનું BMI: 32.44

હાલનું BMI: 22.13

ફ્યૂચર પ્લાન: 6 પેક એબ્સ બનાવવાનું

You cannot copy content of this page