Only Gujarat

Bollywood

રસ્તા પર ફૂલ વેચી રહ્યો હતો ગરીબ બાળક, પછી બોલિવૂડની આ એક્ટ્રેસે જે કર્યું તેના થઇ રહ્યા છે વખાણ

મુંબઇઃ બોલિવૂડ એક્ટર કબીર બેદીની દોહિત્રી અને પૂજા બેદીની દીકરી આલિયા તાજેતરમાં જ સૈફ અલી ખાની ફિલ્મ જવાની જાનેમનમાં જોવા મળી હતી. તાજેતરમાં જ આલિયાએ રસ્તા પર એક ગરીબ બાળકને ફૂલ વેચતો જોયો તો તેને પોતાની પાસે બોલાવ્યો હતો અને તેની પાસેથી તમામ ફૂલ ખરીદી લીધા હતા. ફૂલના બદલામાં આલિયાએ તે બાળકને સારા રૂપિયા પણ આપ્યા હતા. આલિયાના આ પગલાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઇ રહી છે.

પૂજા બેદી અને ફરહાન ઇબ્રાહિમ ફર્નિચરવાલાની દીકરી આલિયાનો જન્મ 1997માં થયો હતો. પૂજા અને ફરહાનના ડિવોર્સ 2003માં થયા હતા. ત્યારબાદ ફરહાને ફરદીન ખાનની બહેન લૈલા ખાન સાથે 2010માં લગ્ન કરી લીધા હતા.


આલિયાએ 2017માં ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીથી ગેજ્યુએશન કર્યું છે. આલિયાએ તાજેતરમાં સૈફ અલી ખાન સાથે ફિલ્મ જવાની જાનેમનથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતુ. ફિલ્મમાં તેણે સૈફની દીકરીની ભૂમિકા નિભાવી છે.

આલિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ છ લાખ ફોલોઅર્સ છે. ઓક્ટોબર 2016માં આલિયા ફેમિના મેગેઝીનની કવરગર્લ બની હતી. જેમાં તે માતા પૂજા સાથે જોવા મળી હતી.

નોંધનીય છે કે આલિયા 2011માં સોની ઇન્ટરનેશનલ ચેનલના રિયાલિટી શોમાં ભાગ લઇ ચૂકી છે. આ શોમાં તે પ્રતિસ્પર્ધી તરીકે માતા સાથે જોવા મળી હતી.

આલિયા અને રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી વચ્ચે નવેમ્બર 2014માં લોઅર પરેલના એક પબમા ઝઘડો કર્યો હતો બાદમાં પૂજા બેદીએ પોલીસમાં એફઆઇઆર દાખલ કરાવી હતી.

બીજી તરફ સાક્ષીની માતા મીનાક્ષી સાગરે પણ રિપોર્ટ દાખલ કરાવી હતી. જોકે, બાદમાં પોસ્કો એક્ટ હેઠળ પૂજા બેદીની ધરપકડ કરાઇ હતી.


માતા પૂજા બેદી સાથે આલિયા. બીજી તરફ આલિયાના નાના કબીર બેદી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page