Only Gujarat

Bollywood

સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ સાથે કઈ અભિનેત્રીની લાડલી દીકરી ડિનર ડેટ પર ગઈ

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ (20) તથા એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક (21) શુક્રવાર, 21 જાન્યુઆરીની રાત્રે મુંબઈની રેસ્ટોરાંની બહાર જોવા મળ્યાં હતાં. ઈબ્રાહિમ તથા પલક રેસ્ટોરાંની બહાર નીકળતાં હોય એવી તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં ઘણા જ વાઇરલ થયા છે. આ તસવીરો વાઇરલ થયા બાદ એવી ચર્ચા થવા લાગી કે બંને રિલેશનશિપમાં છે અને તેથી જ સાથે ડિનર ડેટ પર ગયા છે. ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાન તથા પૂર્વ પત્ની અમૃતા સિંહનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન છે. શ્વેતા તિવારી તથા પૂર્વ પતિ રાજા ચૌધરીની દીકરી પલક તિવારી છે.

રેસ્ટોરાંમાંથી બહાર આવ્યા બાદ ઈબ્રાહિમ અલી ખાન તથા પલક તિવારી એક જ કારમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન ફોટોગ્રાફર્સથી બંને ચહેરો છુપાવતા જોવા મળ્યા હતા. પલકે હાથથી ચહેરો છુપાવ્યો હતો. તો ઈબ્રાહિમ પણ ચહેરો છુપાવવાનો પૂરતો પ્રયાસ કરતો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે પલક રેડ રંગના ટોપ, બ્લૂ જીન્સ, સ્નીકર્સ તથા બ્લેક માસ્કમાં હતી. ઈબ્રાહિમ બ્લેક ટી શર્ટ, જેકેટ, ગ્રે જીન્સ, સ્નીકર્સ તથા બ્લેક માસ્કમાં હતો. બંનેને આ રીતે સાથે જોઈને સો.મીડિયા યુઝર્સ કમેન્ટ્સ કરી રહ્યા છે કે આ બંને બોલિવૂડના ન્યૂ કપલ છે. અનેક યુઝર્સે એવું કહ્યું હતું કે બંને એકબીજાને ડેટ કરે છે.

એક યુઝરે કમેન્ટ કરી હતી, ‘મોં છુપાવવાની કેમ જરૂર પડી. અન્ય એકે કહ્યું હતું, ‘મોં છુપાવી લીધું છે..હવે મમ્મી ધમકાવશે નહીં.’ ત્રીજાએ કમેન્ટ કરતાં કહ્યું હતું, ‘મોં તો એ રીતે છુપાવે છે, જાણે દરોડા પડ્યા હોય.’ અન્ય એકે કરીના કપૂરને ટાર્ગેટ કરીને કહ્યું હતું, ‘હવે કરીના સલાહ આપશે કે આને ડેટ ના કરીશ.’ બીજા એક યુઝરે કહ્યું હતું, ‘માની જેમ જ ડ્રામેબાઝ છે.’

પલકનું ગયા વર્ષે હાર્ડી સંધુ સાથેનું ‘બિજલી બિજલી..’ સોંગ ઘણું જ હિટ રહ્યું હતું. પલક બોલિવૂડ ફિલ્મ ‘રોઝીઃ ધ સૈફરન ચેપ્ટર’થી ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં પલક BPO (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ)માં કામ કરતી યુવતીના પાત્રમાં છે. આ ફિલ્મ ગુરુગ્રામની સત્યા ઘટના પર આધારિત છે. ફિલ્મમાં અરબાઝ ખાન, તનિષા મુખર્જી પણ છે.

ઈબ્રાહિમ અલી ખાન હાલમાં કરન જોહરની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન તથા શબાના આઝમી છે. ફિલ્મ 10 ફેબ્રુઆરી, 2023માં રિલીઝ થશે.

You cannot copy content of this page