Only Gujarat

Bollywood

બે હીરોઈન સાથે અફેર પછી આ જાણીતી યુવતીને દીલ આપી બેઠો હતો અનિલ કપૂરનો ભાઈ

મુંબઈઃ અનિલ કપૂરના નાના ભાઈ સંજય કપૂર 55 વર્ષના થઈ ગયાં છે. 17 ઑક્ટોબર, 1965માં મુંબઈમાં જન્મેલા સંજયે મૉડેલ મહિપ સંધૂ સાથે લગ્ન કર્યાં છે. પંજાબી મૂળની મહિપ NRI છે અને ઘણાં સમય સુધી ઑસ્ટ્રેલિયામાં જ રહી હતી. મહિપે વર્ષ 1994માં આવેલા ઇલા અરુણાના મ્યૂઝિક આલબમ ‘નિગોડી કૈસી જવાની હૈ’માં કામ કર્યું હતું. જોકે, આ પછી તેમને કોઈ ખાસ સફળતા મળી નહોતી.

મહિપ અત્યારે જ્વેલરી ડિઝાઈનનો બિઝનેસ કરી કરોડો રૂપિયા કમાય છે. તો સંજય કપૂર થોડાં વર્ષ પહેલાં ટીવી શૉ ‘દિલ સંભલ જા જરા’માં જોવા મળ્યાં હતાં. જોકે, ફેબ્રુઆરી , 2018માં તેમનો શૉ બંધ થઈ ગયો હતો.

મહિપ સાથે લગ્ન કર્યાં પહેલાં સંજય કપૂરનું એક્ટ્રસ તબ્બૂ અને સુષ્મિતા સેન સાથે અફેર હતું. વર્ષ 1995માં આવેલી ફિલ્મ ‘પ્રેમ’માં તબ્બૂ સંજયની હીરોઈન હતી. ફિલ્મ ફ્લૉપ રહી હતી, પણ બંને એકબીજાની નજીક આવી ગયાં હતાં. સંજયો થોડાં સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં ખુદને કન્ફેસ કર્યાં હતાં તે તેમને તબ્બૂ પર ક્રશ હતો.

કહેવામાં આવે છે કે, સંજયને લાંબી છોકરીઓ પસંદ હતી. તબ્બૂ પછી તેમનું નામ સુષ્મિતા સેન સાથે જોડાયું હતું. ફિલ્મ ‘સિર્ફ તુમ’ના શૂટિંગ દરમિયાન સંજયનું સુષ્મિતા સેન સાથે પ્રેમ થઈ ગયો હતો. જોકે, થોડા સમય સુધી એકબીજાને ડેટ કર્યાં પછી બંને અલગ થઈ ગયાં હતાં.

સુષ્મિતા સાથે બ્રેકઅપ થયાં પછી સંજયની મુલાકાત મહિપ સાથે થઈ, જે તેમની વાઇફ છે. એક ઇન્ટરવ્યૂમાં સંજય કપૂરે કહ્યું હતું કે, ‘મહિપ સાથે તેમની પહેલી મુલાકાત દિલ્હીમાં થઈ હતી. તેમને જેવી મહિપને જોઈ તે તેમની સુંદરતા અને કોન્ફિડન્સ પર ફિદા થઈ ગયાં હતાં. આ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

સંજયેને બે બાળકો દીકરી શનાયા (20) અને જહાન (17) વર્ષનો છે. શનાયા પણ ફિલ્મોમાં આવવાની તૈયારી કરી રહી છે, જ્યારે જહાન અત્યારે સ્ટડી કરી રહ્યો છે.

મહિપે ઑસ્ટ્રેલિયાથી ફૅશન ડિઝાઈનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી તેમણે કેટલાક વર્ષ મુંબઈના ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં ફોર્મલ ટ્રેનિંગ લીધી હતી. અહીં તેમણે જ્વેલરી સ્કેચિંગ, ડિઝાઈનિંગ ઉપરાંત મોંઘા સ્ટોન્સ અને જેમ્સનું કામ પણ શીખ્યું છે.

આજના સમયમાં શાહરૂખની વાઇફ ગૌરી ખાન, કોરિયોગ્રાફર ફરાહ ખાન, ચંકી પાંડેની વાઇફ ભાવના પાંડે, કૈટરીના કૈફ, મલાઇકા અરોરા, દીયા મિર્ઝા, માન્યતા દત્ત, કૃતિ સેનન, ઉર્મિલા જેવી પ્રૉમિનેન્ટ પર્સનાલિટી સંજયની પત્ની મહિપની ક્લાઇન્ટ છે.

મહિપે ઘણાં બોલિવૂડ પ્રોજેક્ટ માટે પણ જ્વેલરી ડિઝાઈન કરી છે. જેમાં ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં દીપિકા પાદુકોણ, ‘કભી અલવિદા ના કહેના’માટે રાની મુખર્જી અને ‘ઉમરાવ જાન’ માટે ઐશ્વર્યા રાયની ડિઝાઈનર જ્વેલરી સામેલ છે.

મહિપ કપૂરે સલમાનની બહેન અર્પિતા ખાનના વેડિંગ જ્વેલરી પણ ડિઝાઈન કરી હતી. આ ઉપરાંત તેમણે અર્પિતાના લગ્નમાં ખાન પરિવારની દરેક મહિલાઓની જ્વેલરી ડિઝાઈન કરી હતી. અર્પિતાએ વર્ષ 2014માં આયુષ શર્મા સાથે હૈદરાબાદમાં લગ્ન કર્યાં હતાં.

સંજય કપૂરે ‘રાજા’, ‘મોહબ્બત’, ‘સિર્ફ તુમ’, ‘શક્તિઃ ધી પાવર’, ‘કયામત’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટર તરીકે તેમની છેલ્લી ફિલ્મ ‘કહીં હૈ મેરા પ્યાર’ હતી. સંજયનો જાદુ જ્યારે ફિલ્મોમાં ઓછો થયો તો, તેમણે પ્રોડ્યુસર તરીકે નસીબ અજમાવ્યું. સંજયે ફિલ્મ ‘તેવર’ને પ્રોડ્યૂસ કરી છે, જેમાં તેમના ભત્રીજા અર્જુન કપૂરે કામ કર્યું હતું.

You cannot copy content of this page