Only Gujarat

Bollywood

વિક્ટરીની સાઇન બતાવીને શર્લિન ચોપરાની જોડે છે રાજ કુંદ્રા, પોર્ન કન્ટેન્ટનું કર્યું હતું શૂટિંગ

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રા હાલમાં પોર્નોગ્રાફી કેસમાં જેલમાં છે. આ કેસમાં શર્લિન ચોપરાની આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એક્ટ્રેસનો આરોપ છે કે રાજ કુંદ્રા જ તેને એડલ્ટ ફિલ્મમાં લાવ્યો છે. રાજની કંપની આર્મ્સપ્રાઇમ મીડિયા સાથે શર્લિને 2019માં કોન્ટ્રાક્ટ કર્યો હતો. આ એપ માટે શર્લિન કન્ટેન્ટ પૂરું પાડતી હતી. એક્ટ્રેસે કોન્ટ્રાક્ટ પૂરો કરીને પછી રાજ વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી. હાલમાં જ શર્લિને આ કંપની સાથેના શૂટનો પહેલા દિવસનો અનુભવ શૅર કર્યો છે.

શર્લિને રાજ કુંદ્રા સાથેની એક તસવીર શૅર કરી છે, જેમાં તે બિકીની ટોપ તથા શોટ્સમાં જોવા મળે છે. રાજ તેની બાજુમાં છે અને વિક્ટરી સાઇન બતાવીને પોઝ આપે છે. તસવીર શૅર કરીને શર્લિને કહ્યું હતું કે 29 માર્ચ, 2019નો દિવસ હતો.

આર્મ્સપ્રાઇમે યોજેલ ધ શર્લિન ચોપરા એપનું પહેલું કન્ટેન્ટ શૂટ હતું. તેના માટે આ અનુભવ નવો હતો, તે આ પહેલાં ક્યારેય કોઈ એપ સાથે જોડાઈ નહોતી. આશા તથા ઉત્સાહ-જોશનો માહોલ હતો.

શર્લિને આ પહેલાં કહ્યું હતું કે 27 માર્ચ, 2021ના રોજ રાજ તેના ઘરે જબરજસ્તી આવ્યો હતો અને તેને કિસ કરી હતી. તેણે રાજને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અટક્યો નહોતો. શર્લિને એમ પણ કહ્યું હતું કે રાજ તેની પત્ની શિલ્પા શેટ્ટી સાથે ખુશ નહોતો અને ઘરમાં સ્ટ્રેસમાં રહેતો હતો. શર્લિને એપ્રિલ, 2021માં આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી હતી.

શર્લિને આર્મ્સપ્રાઇમ સાથે કોન્ટ્રાક્ટ રિન્યૂ કર્યો નહોતો. તે 50-50 રેવન્યૂ શૅરિંગ મોડલ સાથે કમ્ફર્ટેબલ નહોતો. તેણે કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ એપ પર રહેલું કન્ટેન્ટ હટાવવાનું કહ્યું હતું. જોકે, કંપનીએ આ કન્ટેન્ટ હટાવ્યું નથી. આથી જ શર્લિને કંપની પર પણ કેસ કર્યો છે.

You cannot copy content of this page