Only Gujarat

Bollywood

ગર્લફ્રેન્ડને દુલ્હનના વેશમાં જોઈને એક્ટર પણ થયો ભાવુક, ન રોકી શક્યો આંસુ

મુંબઈ: ટીવીના પોપ્યુલર શો ‘યે હૈ મોહબ્બતે’માં કામ કરી ચૂકેલા એક્ટર અનુરાગ શર્મા પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન બંધનમાં બંધાઈ ગયો. બંનેએ 31મી જાન્યુઆરીએ સાત ફેરા ફર્યા હતા. અનુરાગ જેવો જાન લઈને પહોંચ્યો તો પોતાના થનાર પતિને દુલ્હાના રૂમમાં જોઈને દુલ્હન બનેલી નંદીની ગુપ્તા ભાવનાઓ પર કાબૂ રાખી શકી નહોતી અને રડી પડી હતી. પત્નીને ભાવુક થતી જોઈને અનુરાગની આંખમાં પણ આંસૂ આવી ગયા હતા.

એક્ટર અનુરાગ શર્મા જેવો જાન લઈને આવ્યો અને નંદીની ગુપ્તાના હાથને ચૂમ્યા તો નંદીની રડવા લાગી હતી. આ પ્રસંગમાં નંદીનીએ લાલ રંગના ચોલી અને હેવી જ્વેલરી કેરી કરી હતી. તે દુલ્હનના પોશાકમાં ખૂબ સુંદર લાગતી હતી. જ્યારે અનુરાગે ક્રીમ કલરની શેરવાણી પહેરી હતી.

બીજી તરફ અનરાગે જેને પ્રેમ કર્યો એને જ પોતાની દુલ્હનની રૂમમાં જોઈને પોતે પણ કાબૂ રાખી શક્યો નહોતો. પત્નીને ભાવુક થતા જોઈને પોતે પણ ભાવુક થઈને રડવા લાગ્યો હતો. અનુરાગને રડતો જોઈને નંદનીએ તેના આંસૂ લૂછ્યા હતા અને પછી બંનએ જોરદાર ડાન્સ કર્યો હતો.

અનુરાગ અને નંદીની ગુપ્તા છેલ્લાં 5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેની પહેલી મુલાકાત મુંબઈના સિદ્ઘિ વિનાયક મંદિરમાં થઈ હતી.

4 વર્ષની ડેટિંગ પછી અનુરાગે નંદીનીને ફેબ્રુઆરી 2016માં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ અંગે અનુરાગ શર્માએ સોશ્યલ મીડિયામાં એક વીડિયો શેર કરીને પોતાની લવ સ્ટોરી જણાવી હતી. સાથે જ તેણે લાઈફની રોમેન્ટિંક મોમેન્ટસ પણ શેર કરી હતી.

અનુરાગના વર્કફ્રંન્ટની વાત કરીએ તો તે ‘યે હૈ મોહબ્બતે’ સીરિયલથી ફેમસ થયો હતો. આ શોમાં તેનો રોગ નેગેટિવ હતો. જેમાં તેના રોલનું નામ ‘પરમ’ હતું. તે રમન ભલ્લાની બહેન સિમ્મી ભલ્લાનો પતિ બન્યો હતો.

ટીવી એક્ટર અનુરાગ શર્માના લગ્નમાં ઈન્ડસ્ટ્રિઝની ઘણી સેલિબ્રિટીઝ હાજર રહી હતી. સેલેબ્સ આ લગ્ન્માં મન મૂકીને નાચ્યા પણ હતા.

 

You cannot copy content of this page