Only Gujarat

Bollywood

બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનનું સરાહનીય કામ, માર્યા ગયેલા ડ્રાઇવરની દીકરીઓ માટે કર્યું આવું કામ

મુંબઈ: મહારાષ્ટ્રના પાલઘરમાં બે સંતો સાથે તેના ડ્રાઇરની બેરહમીથી માર મારી હત્યા કરવાની ઘટનાથી સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ મામલે અભિનેત્રી રવિના ટંડને પણ રોષ વ્યક્ત કર્યો હતો. ઘટના બાદ રવિના ટંડન પાલઘર ઘટનામાં માર્યા ગયેલા ડ્રાઇવર નિલેશ તેલગડેના પરિવારની મદદ માટે આગળ આવી છે. આ માટે રવિના ફંડ એકત્રિત કરી રહી છે. સાથે જ તે લોકોને પણ ફાળો આપવાની અપીલ કરી રહી છે. આ વાતની જાણકારી રવિનાએ ખુદ સોશિયલ મીડિયા પર કરી છે.

રવિના ટંડને પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર સંતોના ડ્રાઇવર નિલેશ તેલગડેની તસવીર શેર કરી લખ્યું કે અમે 29 વર્ષના ડ્રાઇવર, જેનું હાલમાં જ પાલઘર હિંસામાં મૃત્યુ થયું છે તેમના માટે ફાળો એકત્રિત કરી રહ્યાં છીએ. તેમની બે દિકરી છે આથી મહેબાની કરી મદદ કરો.

ઉલ્લેખનીય છે કે પાલઘર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં ભીડ દ્વારા બે સાધુ અને તેના કાર ડ્રાઇવરને માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ રવિના ટંડને રોષ વ્યક્ત કર્યો હતો.

રવિનાએ ટ્વીટ કરી લખ્યું હતું કે વૃદ્ધ સાધુની હત્યાના આ દ્રશ્ય ખુબ જ વિચલીત કરનારા છે. શંકાના આધારે તેઓની નિર્દયતાથી માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. પોલીસ ત્યાં શુ કરી રહી હતી ?

ઉલ્લેખનીય છે કે પાલઘરના ગઢચિચલે ગામમાં થયેલી આ ઘટના 16 એપ્રિલની રાતે બની હતી. ઘટનામાં માર્યા ગયેલા બંને સાધુ જુના અખાડાના હતા. તેમાં સાધુ મહંત સુશીલ ગીરી મહારાજ 35 વર્ષ અને મહંત કલ્પવૃક્ષ ગીરી મહારાજ 70 વર્ષનો સમાવેશ થાય છે.

બંને સાધુ કાર ડ્રાઇવર નિલેશ તેલગડે સાથે મુંબઇથી સુરતમાં પોતાના સાથીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે નીકળ્યા હતા. આ મામલામાં પોલીસે 101 લોકોની ધરપકડ કરી છે. રવિના ટંડન સિવાય અનેક બોલીવીડ સ્ટાર્સે પાલઘરમાં થયેલા આ ઘટનાની નિંદા કરી છે.

 

You cannot copy content of this page