Only Gujarat

Bollywood

પહેલી વખત સામે આવી મુકેશ-નીતા અંબાણીના લગ્નની 32 વર્ષ જૂની તસવીરો

મુંબઈ: સોશ્યિલ મીડિયામાં એક તસવીર વાઈરલ થઈ રહી છે. દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નની આ તસવીર છે. 32 વર્ષ જૂની આ તસવીરમાં મુકેશ અને નીતા અંબાણી સાથે ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન પણ નજરે આવે છે. મુકેશ અંબાણીએ ગ્રે સૂટ પહેર્યો છે અને નીતા અંબાણી ગોલ્ડન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. જોકે આ તસવીરની હજી સુધી ખરાઈ થઈ શકી નથી.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નની અમુક તસવીરો મીડિયામાં ઉપલબ્ધ છે. મુકેશ અંબાણી અને નીતાની લવ સ્ટોરી પણ ખૂબ સરસ છે. પોતાની લવસ્ટોરીનો ઉલ્લેખ મુકેશ અને નીતા અંબાણીએ એક ઈન્ટર્વ્યૂમાં કર્યો હતો. તે વખતે નીતા ફક્ત 20 વર્ષના હતા અને મુકેશ 21 વર્ષના હતા. મુકેશ અંબાણીના પિતા ધીરૂભાઈને નીતા ખૂબ જ પસંદ હતા. તેમણે નીતા અંબાણીને પોતાના ઘરે બોલાવ્યા અને નીતા અને મુકેશની મુલાકાત કરાવી હતી.

એક વખત નીતા અને મુકેશ કારથી ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે મુકેશે નીતાને પૂછ્યું હતું કે શું તમે મારી સાથે લગ્ન કરશો. કાર રેડ સિગ્નલ પર રોકાઈ હતી. મુકેશે કહ્યું કે આ કાર ત્યાં સુધી આગળ નધી વધે જ્યાં સુધી તમે જવાબ નહીં આપો. પાછળ બધી કાર્સ હોર્ન ઉપર હોર્ન વગાડી રહી હતી, પરંતુ મુકેશે નીતાના જવાબની રાહ જોતા રહ્યા. નીતાએ થોડી વાર પછી હા પાડી અને મુકેશે કાર આગળ વધારી હતી.

ત્યાર પછી નીતાએ મુકેશને પૂછ્યું હતું કે જો હું ના કહેત તો તમે શું મને કારમાંથી નીચે ઉતારી મૂકેત, ત્યારે મુકેશે કહ્યું, ”ના, હું એવું ના કરેત. હું તમને ઘર મૂકી આવેત”. ત્યાર બાદ મુકેશ અને નીતા અંબાણીના ધામધૂમપૂર્વક લગ્ન થયા હતા.

You cannot copy content of this page