Only Gujarat

Bollywood

ઐશ્વર્યાની લાડલીએ બિગ બીને સમજાવ્યો કોરોનાનો એવો અર્થ કે દાદા પણ ચમકી ગયા!

મુંબઈઃ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. એવામાં કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક 5 લાગૂ કરવામાં આવ્યું છે. જેમાં આગામી 15 ઓક્ટોબરથી થિએટર પણ ખુલી જશે. એવામાં દરકે લોકો હવે પોતાના ઘરની બહાર નીકળી રહ્યાં છે. સેલેબ્સ પણ પોતાના શૂટિંગ અને અન્ય કામ માટે ઘરની બહાર નીકળી રહ્યાં છે. આ દરમિયાન સેલેબ્સ સાથે જોડાયેલાં કિસ્સા સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે. ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યાએ તેના દાદા અમિતાભ બચ્ચને કોરોનાનો સાચો મતલબ સમજાવ્યો છે, જેને સાંભળી બિગ બી આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. બિગબીએ હાલમાં જ કોરોના કાળમાં સ્વાસ્થ્ય અને સુરક્ષાનું ધ્યાન રાખી KBCનું શૂટિંગ કરી રહ્યાં છે.

તેમણે આ શૉમાં કોરોના મહામારી વચ્ચે પોતાની લાઇફ અને પૌત્રી આરાધ્યા વિશે વાત શેર કરી હતી.

અમિતાભે કહ્યું હતું કે, ‘આરાધ્યાએ કોરોના વાઇરસના વાસ્તવિક અર્થ વિશે જણાવ્યું હતું.’ બિગબીએ કહ્યું કે, ‘મારી પૌત્રી આરાધ્યા KBC જોઈ રહી હતી અને કહ્યું આ કોરોનાનો અર્થ જરૂર તાજ થાય છે, પણ વાસ્તવમાં તે કરો ના છે. જેનો અર્થ છે કે, ના કરો. મેં વિચાર્યું કે આ તો શાનદાર હતું.’

અમિતાભ બચ્ચને જણાવ્યું કે, ‘સરળ શબ્દોમાં તમારે એવું ન કરવું જોઈએ જેનાથી ખતરનાક વાઇરસને ફેલાવવાની તક મળે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવાથી લઈ ઉધરસ ખાતી વખતે મોં ઢાંકવાં સુધી, એવાં પણ કામોથી બચવા માટે જેનાથી કોરોનાની આ લડાઈમાં તમારું યોગદાન આપી શકો.’

અત્યારે અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ’ની 12મી સિઝન હોસ્ટ કરી રહ્યાં છે, તો આવનારા સમયમાં તેમની ‘ચહેરે’, ‘ઝૂંડ’ અને ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મ રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે, આરાધ્યા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. અત્યારે લૉકડાઉનને લીધે દરેક સ્કૂલ બંધ છે.

ઐશ્વર્યા રાય તેમની દીકરી અંગે ખૂબ જ પજેસિવ છે. તે એકલાં તેને ક્યાંય જવા દેતી નથી.

ઐશ્વર્યા રાય જ્યાં પણ જાય છે તેમની દીકરી આરાધ્યાને સાથે લઈને જાય છે અને હંમેશા દીકરીનો હાથ પકડી રાખે છે. આ વાતને લીધે ઐશ્વર્યા સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ્સના નિશાને આવી ગઈ છે.

You cannot copy content of this page