આ 3 કારણોને લીધે રોકેટની ગતિએ વધે છે વજન, આયુર્વેદિક ટિપ્સ અજમાવો ને પછી જુઓ કમાલ

નવી દિલ્હીઃ વજન ઓછું કરવા માટે માત્ર ડાયટ અને એક્સરસાઈઝ જરૂરી નથી, પરંતુ શરીરના અમુક અંગોની જાળવણી પણ જરૂરી છે. વાસ્તવમાં વજન વધવાની સમસ્યા પેટના ખરાબ થવાના કારણે શરૂ થાય છે. નુકસાનકારક વસ્તુઓ ખાવાના કારણે શરીરમાં ફેટનો સંગ્રહ વધવા લાગે છે અને તેના કારણે ટિશૂઝમાં ફેટ જામી જાય છે. જે આગળ જતા શરીરના જુદા-જુદા અંગોમાં જામે છે. ખરાબ પેટની જેમ અમુક વસ્તુઓ બીજી પણ હોય છે. જેના કારણે વજન ઝડપથી વધે છે. આજે અમે તમને આ જ કારણો અને તેની પર નિયંત્રણ મેળવવાની આયુર્વેદિક ટિપ્સ જણાવીશું. આ 3 કરાણોસર વધે છે વજન.

1. માઈક્રોબાયોટા ખરાબ થાય તો
આપણા શરીરમાં અમુક સારા બેક્ટેરિયા પણ હોય છે, જેમનું બેલેન્સ ખોરવાતા પાચનતંત્ર બરાબર કામ કરતું નથી. સામૂહિક રીતે તેમને માઈક્રોબાયોટા તરીકે ઓળખવામા આવે છે અને તે તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. એવામાં જો તમારે વજન ઘટાડવું હોય તો સૌપ્રથમ માઈક્રોબાયોટામાં સુધાર લાવવાનો પ્રયાસ કર્યો. વધુમાં વધુ ફર્મેન્ટેડ ફૂ઼ડ (ઈડલી, ઢોસા, જેલબી.. વગેરે)નું સેવન કરો, જે ગટ બેક્ટેરિયાના વિકાસમાં મદદ કરે છે.

આયુર્વેદિક ઉપાયઃ
આયુર્વેદમાં ગટ બેક્ટેરિયાની જાળવણી માટે ફળ અથવા બાફેલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવી છે. અનહેલ્ધી સમૂધિના સેવનથી બચવાની સલાહ આપવામા આવે છે. તમે દહીં-ચોખા ખાઈ શકો છો જે પેટમાં આવા બેક્ટેરિયાનું પ્રમાણ વધારે છે. આ સાથે સોજો ઘટાડવા માટે અજમાના રસમાં કાળું નમક અને નારિયેલ તેલ મિક્સ કરી લઈ શકાય છે. તે સરળતાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

2. મેટાબોલિઝમ બગડવું
મેટાબોલિઝમ બગડવાથી પાચન ક્ષમતા પર અસર પડે છે. તમે જે પણ વસ્તુ આરોગો તે પચતી નથી અને શરીરમાં વેસ્ટ તરીકે જ તેનો સંગ્રહ થાય છે. આ રીતે તમારું વજન વધતુ જ રહે છે. ઝડપથી ખાવું તેની પાછળનું એક કારણ હોઈ શકે છે. જ્યારે અયોગ્ય લાઈફસ્ટાઈલ અને ફેટથી ભરપૂર વસ્તુઓ ખાવાથી તમારા મેટાબોલિઝમને ધીમે-ધીમે ખરાબ કરે છે.

આયુર્વેદિક ઉપાયઃ
મેટાબોલિઝમમાં સુધારો લાવવા સવારે એક હર્બલ મસાલેદાર ચા અથવા ગરમ ઉકાળો પીવો. તમે 500 મી.મી. પાણીમાં 1 ચમચ ઝીરું, 1 ચમચ વરિયાળીના બી, 1 ચમચ ધાણાઝીરું, 1 કાળામરી અને થોડા ગાજરના બી ઉકાળી લેવા. તેને ઉકાળતા સમયે તેમાં નમક અને લીંબુ ઉમેરવા. રોજ સવારે તેનું સેવન કરો. તે અપચાથી છુટકારો અપાવશે.

3. લિવર અને કિડનીની દેખરેખ ના રાખવી
ખરાબ ભોજન લિવર અને કિડનીને પણ અસર કરે છે, તેના કારણે શરીરમાં અમુક નુકસાનકારક પદાર્થ જમા થાય છે. તેની અસરે વજન વધે છે. તેથી લિવર-કિડનીને સ્વસ્થ રાખવા માટે વધુમાં વધુ પાણી પીવું અને આયુર્વેદિક ઉપાય કરો.

આયુર્વેદિક ઉપાયઃ
રોજ સવારે ગરમ પાણીમાં નમક, લીંબુ અને ઘી મિક્સ કરી તેનું સેવન કરો. તે શરીરમાંથી નકામો કચરો બહાર કાઢવામાં મદદરૂપ સાબિત થશે. જો તમે પાતળું શરીર કે મધ્યમ બોડી ધરાવતા હોવ તો પણ આ ઉપાય તમારી માટે લાભદાયી રહેશે. ઉપર જણાવેલી વજન વધવા માટેના કારણોમાંથી કોઈ એક સમસ્યા હશે તો બાકીની અન્ય બે સમસ્યા પણ રહેશે. તેથી પાચન તંત્ર અને પેટને સ્વસ્થ રાખવા આયુર્વેદિક ઉપાયો પર અમલ કરો.