Only Gujarat

Bollywood

ડરથી જીતવા માગતા હતા અભિનેતાસુશાંત સિંહ રાજપુત, આ સપના રહી ગયા અધુરાં

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુત એક ટેલેન્ટેડ એક્ટર હતા. તે હંમેશા હસતા જોવા મળતાં હતાં. સાથે જ તેઓ તેમના ડરને પણ ફેસ કરવાનું પણ જાણતા હતા. સુશાંત સિંહ રાજપુતના નિધન પછી સોશિયલ મીડિયામાં તેમના અનેક જૂના ફોટો અને વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. એવામાં સુશાંતે ફેસબુકમાં 2018માં કરેલી એક પોસ્ટ વાઇરલ થઈ છે. જેમાં તેમણે કબ્રસ્તાનમાં રાત વિતાવવાની વાત કરી હતી.

સુશાંતના સપનાનું લાબું લિસ્ટ હતું
સુશાંત સિંહ રાજપુતના સપનાનું લિસ્ટ લાંબુ હતું. સુશાંત એડવેન્ચરને પસંદ કરનાર વ્યક્તિ હતા. સુશાંતના ફેસબુક પર તેમને 2018માં કરેલી એક પોસ્ટ છે. જેમાં તેમણે લખ્યું છે કે, તો, આ સપનું માના બર્થ ડે વીક માટે ફિક્સ છે, જે એક મહિના પછી છે.’ સુશાંતે વધુમાં લખ્યું હતું કે, ‘જ્યારે હું ખરાબ રીતે ડરી જવ ત્યારે મને સારું લાગે છે.’ સુશાંતે આ તેમના સપનાના લિસ્ટમાં સામેલ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુશાંતે આ એડવેન્ચરસ કામ કર્યું હતું કે નહીં તે વાતની જાણકારી નથી.

સુશાંતના ડાન્સ અને મસ્તીના અનેક વીડિયો સામે આવ્યા
સુશાંત ખૂબ જ ખુશ-મિજાજ વ્યક્તિ હતા, તેમના ફેન્સને હજુ પણ વિશ્વાસ નથી થતો કે તેમને આત્મહત્યા કરી હોય. સુશાંતના નિધન પછી અનેક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. જેમાં કેટલાંક ફોટો અને વીડિયો સુશાંતના ફેન્સના ચહેરા પર સ્મિત લાવનાર છે તો, કેટલાક ફોટો અને વીડિયો સુશાંતના ફેન્સને ઇમોશનલ કરનારા છે.

સુશાંત મોતથી ડરતા હતા
સુશાંત સિંહ રાજપુતે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, ‘તેમને મોતથી ડર લાગે છે.’ આ ઉપરાંત સુશાંતે કહ્યું હતું કે, ‘હું 3 કલાક માટે સૂઈ જવ તો મને ખબર નથી પડતી કે હું કોણ છું? તે જાણવું કે તમે કોણ છો તે ખૂબ જ ડરામણું છે. આવું કદાચ ત્યારે જ થાય જ્યારે તમે મરી જાવ.’

સુશાંતની આત્મહત્યાની પોલીસ તપાસ કરી રહી છે
સુશાંત સિંહ રાજપુતે 14 જૂને મુંબઈ સ્થિત બાંદ્રામાં તેમના ઘરે આત્મહત્યા કરી હતી. આ સમાચાર પછી સુશાંતના ફેન્સ અને સેલેબ્સ આઘાતમાં છે. લોકો સુશાંતના જૂના ફોટો વીડિયો શેર કરી તેમને યાદ કરી રહ્યા છે. રિપોર્ટસ મુજબ, સુશાંત સિંહ રાજપુત છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનમાં હતા. સુશાંતે શા માટે આત્મહત્યા કરી તે માટે પોલીસ તપાસ કરી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page