Only Gujarat

Bollywood

સાઉથના જાણીતા એક્ટરના ઘરે રાતભર ચાલતો હતો જુગારનો ખેલ

તમિલ ફિલ્મોનાં અભિનેતા ‘શામ’ ની ચેન્નઈના તેના એપાર્ટમેન્ટમાંથી 13 અન્ય લોકો સાથે જુગાર રમતા ધરપકડ કરવામાં આવી છે. પોલીસને એવી બાતમી મળી હતી કે, નુનગાંમ્બકમમાં જુગાર રમાઈ રહ્યો હતો, આ જ માહિતીનાં આધારે ચેન્નઇના આ એપાર્ટમેન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જે અભિનેતા શામનો છે. પોલીસે અહીંથી ગેમ બોર્ડ, ટોકન અને લાખો રૂપિયા કબજે કર્યા છે.

જુગારમાં વપરાયેલી આ તમામ ચીજોને પોલીસે કબજે કરી છે. આ તમામની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું છે કે લોકડાઉન થયા બાદથી આ લોકો અહીં જુગાર રમતા હતા.

જુગાર ક્લબ રાત્રે 11 વાગ્યાથી સક્રિય થતી હતી અને સવારે 4 વાગ્યા સુધી જુગાર રમતો હતો. બધાને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

કેવી રીતે થઈ કારકિર્દીની શરૂઆત
શામનું અસલી નામ શમશુદ્દીન ઇબ્રાહિમ છે પરંતુ મોટાભાગના લોકો તેને ફક્ત તેના સ્ક્રીન નામ ‘શામ’ના નામથી જ ઓળખે છે. બધી તમિળ ફિલ્મો ઉપરાંત તેમણે કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ 12B થી કરી હતી.

આ ફિલ્મોમાં કામ કર્યું છે
શામની ફિલ્મી કારકીર્દિની વાત કરીએ તો તેણે લાયસા લાયસા, રેસ ગુર્રમ, ગેમ, એબીસીડી, 6 કેન્ડલ્સ, ઉલ્લમ કેતકુલએ, એક્શન 3ડી, થૂંડલી અને વીરા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page