Only Gujarat

Bollywood

પતિ કરતાં વધુ સફળતા મેળવી છે આ સ્ટાર પત્નીઓ, એક સમયે પતિ કરતાં પણ વધુ કમાતી હતી

મુંબઈઃ મહિલાઓ હવે પોતાનો રસ્તો ખુદ પસંદ કરી રહી છે અને સફળ કરિયર બનાવી રહી છે. બોલીવુડમાં પણ આવું નજર આવે છે. જ્યાં સ્ટાર પત્નીઓએ પોતાનો મુકામ હાંસિલ કર્યો છે. તેમને પોતાના કરિયર માટે પતિની શોહરતની જરૂર નથી. તે પોતાના દમ પર પોતાના ફિલ્ડમાં સારું કામ કરી રહી છે. આવો જોઈએ કોણ છે એ સ્ટાર પત્નીઓ….

ગૌરી ખાનઃ ગૌરી ખાનનો ઈન્ટિરિયર્સને લઈને પ્રેમ જગ જાહેર છે. પરંતુ તેના માટે પરિવાર પહેલા છે. આજે તે સફળ ઈન્ટિરિયર ડિઝાઈનર છે. તેણે કામ ત્યારે શરૂ કર્યું જ્યારે બાળકો મોટા થઈ ગયા. તેણે વરુણ ધવન અને રણબીર કપૂરનું ઘર જ્યારે મોટી મોટી ઑફિસો ડિઝાઈન કરી છે.

ટ્વિંકલ ખન્નાઃ ટ્વિંકલ ખન્ના શરૂઆતમાં અભિનેત્રી હતી. પછી તેણે ઈન્ટિરિયર્સ અને કેન્ડલ બિઝનેસ લૉન્ચ કર્યો. પરંતુ તેને ન્યૂઝપેપર કૉલમથી તેને ઓળખ મળી અને બુક લખવાની ડીલ પણ. તેની ત્રણેય બુક્સ સફળ થઈ. તેણે પોતાની વેબસાઈટ પણ શરૂ કરી છે.

અમાલ સૂફિયાઃ દુલકર સલમાન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. તેના અમાલ સૂફિયા સાથે અરેન્જ્ડ મેરેજ થયા હતા. અમાલ સફળ આર્કિટેક છે પરંતુ આ કપલ લાઈમલાઈટથી દૂર રહે છે.

સુનીતા કપૂરઃ જો તમે વિચારતા હો કે સોનમ કપૂર અને રિયા કપૂરને ફેશન સેન્સનો વારસો ક્યાંથી મળ્યો છે તો તે માતા સુનીતા પાસેથી મળ્યો છે. સુનીતાની પોતાની જ્વેલરી લાઈન છે. તેની જ્વેલરી તમામ રોયલ લોકો પહેરે છે, જેમાં સેલિબ્રિટિઝ પણ સામેલ છે.

માના શેટ્ટીઃ સુનીલ શેટ્ટી ભલે સફળ બિઝનેસમેન હોય પરંતુ તેની પત્ની માના શેટ્ટી ફર્નિશિંગ બિઝનેસ માટે જાણીતી છે. તેના અનેક હાઈ પ્રોફાઈલ ક્લાયન્ટ્સ છે.

પ્રિયા રુંચાલઃ જૉન અબ્રાહમની પત્ની ફાયનાન્સયલ એનાલિસ્ટ અને ઈન્વેસ્ટમેન્ટ બેંકર છે. ભારત આવ્યા પહેલા તે યૂએસમાં કામ કરતી હતી. તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે,જૉનના સારા ઈન્વેસ્ટમેન્ટ પૉર્ટફોલિયો પાછળ કોનો હાથ છે.

સુઝેન ખાનઃ ભલે સુઝેન અને રિતિકના છૂટાછેડા થઈ ગયા છે. પરંતુ બાળકોનો ઉછેર તેઓ સાથે જ કરે છે. લૉકડાઉન થયું તો સુઝેન બાળકોને લઈને રિતિક પાસે આવી ગઈ હતી. સુઝેનની પોતાની ઈન્ટિરિયર ડિઝાઈન ફર્મ છે જે ખૂબ જ સફળ છે. તે યૂએસમાં તેનું ભણી છે. સુઝેનની મા ઝરીન પણ સફળ ઈન્ટિરિયર ડિઝાઈનર છે અને બહેન સિમોનનો પણ પોતાનો ફર્નિચર સ્ટોર છે.

You cannot copy content of this page