Only Gujarat

Bollywood

જાણો, કપિલ શર્માએ દીકરીનું નામ શું રાખ્યું?

મુંબઈ: કોમેડિયન કપિલ શર્માએ દીકરીના જન્મના 36 દિવસ બાદ લાડલીનો ચહેરો દેખાડ્યો છે. કપિલની પુત્રી ખૂબ ક્યૂટ છે. તેની આંખો મોટી મોટી છે અને તે ગોળ-મટોળ છે. દીકરીની તસવીર જાહેર કરવાની સાથે તેણે લાડલીનું નામ પણ જણાવ્યું હતું. કપિલે ઈન્સ્ટાગ્રામ પર દિકરી અને પત્ની સાથે પોતાનો ફોટો શેર કર્યો હતો. તેણે ફોટો કેપ્શનમાં લખ્યું- ‘મારા દિલના ટૂકડાં અનાયરા શર્માને મળો’ ફોટોમાં કપિલે દીકરી અનાયરાને બંને હાથથી ઉંચકી છે અને તે પિતાને ટગર-ટગર જોયા કરે છે . પતિ અને દીકરીને જોઈને બાજુમાં ઉભેલી પત્ની ગિન્ની હળવી સ્માઈલ આપે છે.

કપિલ પોતાના લગ્નની પહેલી એનિવર્સરીના બે દિવસ પહેલાં જ પિતા બન્યો હતો. 10 ડિસેમ્બરે તેની પત્ની ગિન્નીએ દીકરીને જન્મ આપ્યો હતો. કપિલે આની જાણકારી ટ્વિટર પર આપી હતી. તેણે સવારે ત્રણ વાગ્યે ટ્વિટમાં લખ્યું હતું, ‘‘દીકરી મેળવીને ધન્ય થયો છું. તમારા આશીર્વાદ જોઈએ છે. બધાને પ્રેમ. જય મતાજી.’’

કપિલ શર્મા અને ગિન્ની ચતરથે 12 ડિસેમ્બર, 2018ના રોજ જલંધરમાં લગ્ન કર્યા હતા. તેમણે દિલ્હી અને મુંબઈમાં વેડિંગ રિસેપ્શન રાખ્યા હતા. જેમાં ટીવીથી લઈને બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. કપિલ શર્મા હાલમાં ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. કપિલની દિકરી સાથે બે ફોટો ધ કપિલ શર્મા શોના ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવી છે. આ ફોટો શેર કરવાની સાથે કેપ્શન લખ્યું છે- ‘દિકરી સાથે કપિલ શર્મા’

You cannot copy content of this page