Only Gujarat

Bollywood

તગડી ફી લે છે બોલિવૂડની આ 10 હીરોઈનો, ટોપ પર છે આ બે અભિનેત્રીઓ

ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ફક્ત અભિનેતા જ નહીં અભિનેત્રીઓ પણ તગડી ફી લે છે. જેમાં સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસિસની યાદીમાં દીપિકા પાદુકોણ અને કંગના રનોટ ટોપ પર છે. વુમન્સ ડે પર જાણો આ અભિનેત્રીઓની ફી અંગે.

બોલિવૂડની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસિસમાં દીપિકા પાદુકોણનું નામ મોખરે છે. દીપિકા એક ફિલ્મમાં કામ કરવા માટે લગભગ 15 થી 30 કરોડ રૂપિયા ફી લે છે. તેની એક ફિલ્મમાં તો 2-3 લો બજેટ ફિલ્મ્સ બની જાય. તેની આગામી ફિલ્મ પ્રોજેક્ટ કે અને ફાઈટર છે.

કંગના રનોટ એક ફિલ્મ માટે લગભગ 15 થી 27 કરોડ રૂપિયા ફી લે છે. કંગનાની અપકમિંગ ફિલ્મ ઈમરજન્સી છે.

પ્રિયંકા ચોપરા હવે બોલિવૂડ ફિલ્મોમાં બહુ ઓછી દેખાય છે. રિપોર્ટ્સનું માનીએ તો, તે એક ફિલ્મમાં કામ કરવા માટે 14 થી 23 કરોડ રૂપિયા લે છે. તેની આગામી ફિલ્મ લવ અગેન છે.

કેટરીના કૈફનું નામ સૌથી બધારે ફી લેતી હીરોઈનોમાં છે. કેટરીના એક ફિલ્મમાં કામ કરવાના 15 થી 21 કરોડ રૂપિયા લે છે. તેની આગામી ફિલ્મ ટાઈગર 3 છે.

આલિયા ભટ્ટની ગણતરી બોલિવૂડની ટૉપ એક્ટ્રેસિસમાં થાય છે. આલિયા એક ફિલ્મ માટે લગભગ 11 થી 20 કરોડ રૂપિયા લે છે. તેની આગામી ફિલ્મ રૉકી ઔર રાની કી પ્રેમ કહાની છે.

કરીના કપૂર હવે વર્ષની એકાદી ફિલ્મમાં જ જોવા મળે છે. તે એક ફિલ્મ માટે 8 થી 18 કરોડ રૂપિયા ફી લે છે. તે હંસલ મહેતાની એક વેબ સીરીઝમાં પણ જોવા મળશે.

શ્રદ્ધા કપૂર વધારે ફિલ્મોમાં જોવા નથી મળતી, પરંતુ મળતા રિપોર્ટ્સ અનુસાર, તે એક ફિલ્મમાં કામ કરવાના 7 થી 15 કરોડ રૂપિયા ફી લે છે. તેની આગામી ફિલ્મ તૂ જૂઠી મૌં મક્કાર છે.

વિદ્યા બાલનનું નામ પણ આ યાદીમાં છે. તે એક મૂવીમાં કામ કરવા માટે લગભગ 8 થી 14 કરોડ રૂપિયા ફી લે છે. વિદ્યાની આગામી ફિલ્મ નિયત છે.

અનુષ્કા શર્મા લાંબા સમયથી કોઈ ફિલ્મોમાં જોવા મળી નથી. હવે તેની ફિલ્મ ચકડા એક્સપ્રેસ રિલીઝ થવા માટે તૈયાર છે. ઉલ્લેખનિય છે કે, એક ફિલ્મ માટે તે 8 થી 12 કરોડ રૂપિયા લે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન ઘણા સમયથી કોઈ બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી નથી. તેની સાઉથ ફિલ્મ પોન્નિયન સેલ્વન 2 આવાની છે. રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા એક ફિલ્મમાં કામ કરવા માટે 10 કરોડ રૂપિયા ફી લે છે.

You cannot copy content of this page