Only Gujarat

National

મહિલાએ એક સાથે 3 દીકરીઓને આપ્યો જન્મ, બહુ ખુશ થઈ ગયો પરિવાર

મધ્ય પ્રદેશના છિંદવાડામાં એક મહિલાએ એક સાથે ત્રણા બાળકીઓને જન્મ આપ્યો છે. મહિલા અને તેની ત્રણેય બાળકીઓ સંપૂર્ણ સ્વસ્થ છે. ડૉક્ટરોએ સાવચેતી રૂપે બાળકીઓને એસએનસીયૂમાં શિફ્ટ કરી છે. મહિલાનો પરિવાર મજૂરી કામ કરી રોજી રળે છે. પરિવારના બધા જ સભ્યો એકસાથે ત્રણ દીકરીઓના જન્મથી બહુ ખુશ છે. મેડિકલ કૉલેજની મહિલા રોગ વિશેષકની ટીમે મહિલાનું સીઝર કરાવ્યું છે.

પરાસિયાના ઢાલા ગામના રહેવાસી રામેશ્વર મરકામની 27 વર્ષીય પત્ની ગનેશીને પ્રસવ પીડા ઉપડતાં રવિવારે રાત્રે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સોમવારે સવારે લગભગ 8:30 વાગે ડૉક્ટરોની ટીમે આઠ મહિનાની ગર્ભવતી ગનેશીની સુરક્ષિત ડિલિવરી કરાવી.

4 કિલો 650 ગ્રામની છે ત્રણ બાળકીઓ
એકસાથે જન્મ લેનાર ત્રણ બાળકીઓનું કુલ વજન 4 કિલો 650 ગ્રામ છે. પહેલી દીકરીનું વજન 1 કિલો 450 ગ્રામ, બીજી દીકરીનું વજન 1 કિલો 500 ગ્રામ અને ત્રીજી દીકરીનું વજન 1 કિલો 700 ગ્રામ છે. સાવચેતી સ્વરૂપે ત્રણેય બાળકીઓને એસએનસીયૂમાં શિફ્ટ કરી દેવામાં આવી છે.

બાળકીઓના જન્મથી બહુ ખુશ છે પરિવાર
મહિલાના પતિ રામેશઅર મરકામનું કહેવું છે કે, આ પહેલી જ ડિલિવરી છે. દીકરીઓના જન્મથી પરિવારમાં સૌ બહુ ખુશ છે. તેઓ દીકરીઓની બહુ સારી રીતે પરવરિશ કરશે.

ડૉ. નિધિ નર્રેનું કહેવું છે કે, 27 ફેબ્રુઆરીએ સવારે પેશન્ટ ગનેશી મરકામ આવી હતી. તે સમયે તેને દુખાવો થઈ રહ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે 8 મહિનાની ગર્ભવતી છે. મેડિકલ ટીમે ઑપરેશન કરવાનો નિર્ણય લીધો. તેમણે ત્રણ દીકરીઓને જન્મ આપ્યો. માતા અને દીકરીઓ સંપૂર્ણ સ્વસ્થ છે.

You cannot copy content of this page