Only Gujarat

National

ભારતની આ નદીને કહેવાય છે સોનાની નદી, જાણો શું છે રહસ્ય

સોનું એક અમુલ્ય ધાતુ છે. તેને ખરીદવા માટે બહુ પૈસા ખર્ચવા પડે છે. 1 તોલા સોનાની કિંમત અંદાજે 50 હજાર રૂપિયાની આસપાસ છે. પરંતુ એક નદી એવી છે જ્યાં પાણીની સાથે સોનું પણ વહી રહ્યું છે આ જાણીને તમે દંગ રહી જશો. ઝારખંડમાં સ્વર્ણરેખા નામની નદી સદીઓથી સોનું કાઢી રહી છે અને હજારો પરિવારના ઘર આનાથી ચાલી રહ્યા છે. તો શું છે આ સ્વર્ણરેખા નદીનું રહસ્ય આવો અમે તમને જણાવીએ.


ભારતમાં એક એવી નદી છે જેમાંથી સતત સોનું નીકળતું રહે છે, આ વાત પર ઘણા લોકોને વિશ્વાસ નહીં થાય. રેતીમાં સોનાના કણ મળતા હોવાનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. નિષ્ણાતો અનુસાર, નદી પહાડી વિસ્તારોમાંથી થઈને વહે છે તેના કારણે સોનાના કણો તેમાં ભળી જતા હશે. આ નદી ભારતના 3 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનું નામ સ્વર્ણ રેખા છે.


આ રાજ્યોમાં રહસ્ય અને રોમાંચથી ભરેલા ઘણા સ્થળો છે, સ્વર્ણ રેખા પણ એક રહસ્ય છે. આ નદી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અમુક વિસ્તારમાંથી પણ પસાર થાય છે. તેની કુલ લંબાઈ 474 કિ.મી. છે. તેનું ઉદગમ સ્થળ રાંચીથી 16 કિ.મી. દૂર છે.


ઝારખંડમાં સ્વર્ણ રેખા અને તેની સાથી નદી કરકરીમાંથી સોનાના કણ મળે છે. ઘણા લોકોના મતે કરકરી નદીમાંથી સ્વર્ણ રેખામાં સોનાના કણ ભળે છે. જ્યારે કરકરી નદીની લંબાઈ માત્ર 37 કિ.મી. છે. ઝારખંડના તમાડ અને સારંડા જેવા વિસ્તારોમાં સ્થાનિક આદિવાસી રેતમાંથી સોનાના કણ અલગ કરવાનું કામ કરે છે, જે આદિવાસીઓનું પરંપરાગત કામ છે. તેમની ઘણી પેઢીઓ કામ કરતી આવી છે.


આખો દિવસ કામ કરવા પર મજૂરોને સોનાના એક કે 2 કણ જ મળે છે. જેથી એક વ્યક્તિને મહિને 60-80 કણ મળતા હોય છે. આ કણ ઘઉંના દાણાથી થોડા મોટા હોય છે. પૂર બાદ 2 મહિના સુધી સોનાના કણ કાઢવાનું કામ બંધ રહે છે. મજૂરોને એક કણના બદલે 80 થી 100 રૂપિયા મળે છે. બજારમાં આ 300 રૂપિયાથી વધુ કિંમતે વેચાય છે.


સોનાના કણ શોધવામાં લાગેલા કોન્ટ્રાક્ટરો અને સોનીઓએ ઘણી સંપત્તિ વસાવી લીધી છે, જોકે આદિવાસી મજૂરોની સ્થિતિ ઘણી દયનીય છે. તમાલ અને સારંડ નક્સલ પ્રભાવિત વિસ્તાર છે.


નક્સલવાદીઓ દ્વારા બિઝનેસ પર ટેક્સ વસૂલવાની વાતો સામે આવતી રહી છે. નદીમાંથી સોનું નીકળવાનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. જોકે સોનાના કણ શોધનાર મજૂરો કરતા કોન્ટ્રાક્ટર અને સોનીઓ મબલખ કમાણી કરતા હોય છે.

You cannot copy content of this page