Only Gujarat

National

15 દિવસ પહેલાં થઈ હતી નોર્મલ ડિલિવરી, ડોક્ટરે ફરીવાર પેટ ચીર્યું તો નવાઈમાં મૂકાઈ ગયા

ગરિયાબંધઃ છત્તીસગઢના ગરિયાબંધ જિલ્લાની 26 વર્ષીય મહિલાને છેલ્લાં થોડાં ઘણાં સમયથી પેટમાં દુખાવો થતો હતો અને પછી પેટમાં પાણીમાં ભરાવાથી સોજો આવી જતો હતો. મહિલા સારવાર માટે પંડિત જવાહર લાલ નેહરુ સ્મૃતિ ચિકિસ્તા મહાવિદ્યાલયના સ્ત્રી અને પ્રસૂતિ રોગ વિભાગમાં દાખલ થી હતી. તપાસમાં મહિલાના પેટમાં દુર્લભ લિથોપેડિયન હોવાની જાણ થઈ હતી. સામાન્ય રીતે તેને સ્ટોન બેબી કહેવામાં આવી છે. વિભાગના પ્રમુખ ડો. જ્યોતિ જયસ્વાલના નેતૃત્વમાં સ્ટોનબેબી બહાર કાઢવા માટે પેટની સર્જરી કરવામાં આવી હતી અને સાત મહિનાનો વિકસિત દુર્લભ સ્ટોન બેબી (મૃત) બહાર કાઢવામાં આવ્યો હતો. સર્જરી બાદ મહિલાના પેટની સમસ્યા પણ મટી ગઈ હતી. આ સ્થિતિ ઘણી જ રેર છે અને આ ઘટના મેડિકલ જર્નલમાં પ્રકાશઇત થશે.

ડો. જ્યોતિના મતે, લિથોપેડિયન અથવા સ્ટોન બેબી ત્યારે બને છે જ્યારે ગર્ભાવસ્થા ગર્ભાશયને બદલે પેટમાં થાય છે. મોટાભાગે આ નિષ્ફળ જ જાય છે. ભ્રૂણને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી અને શરીર પાસે ભ્રૂણને બહાર કાઢવાનો કોઈ રસ્તો હોતો નથી. આથી શરીર પોતાના પ્રતિરક્ષણ પ્રકિયાનો ઉપયોગ કરીને ભ્રૂણને પથ્થરમાં બદલી નાખે છે, જેથી શરીરને નુકસાન ના થાય. કેલ્સિફિકેશન માતાને ચેપથી બચાવે છે. મોટાભાગના કિસ્સામાં શરીરને કોઈ નુકસાન થતું નથી, પરંતુ પેટની અંદર રહેવાને કારણે અન્ય સમસ્યા થાય છે.

કેલ્સીફિકેશન એટલે શું? કેલ્સીફિકેશન એક એવી પ્રક્રિયા છે, જેમાં શરીરમાં કેલ્શિયમનું નિર્માણ છે અને માંસપેશી એકદમ ટાઇટ થાય છે. આ સામાન્ય અથવા અસામાન્ય પ્રક્રિયા છે. ગરિયાબંધમાં રહેતી આ મહિલાએ હજી 15 દિવસ પહેલાં જ નોર્મલ ડિલિવરીથી બાળકને જન્મ આપ્યો હતો. જોકે, મહિલાની આ પ્રિમેચ્યોર ડિલિવરી હતી. તેણે સાડા સાત મહિને બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકનું વજન ઘણુ જ ઓછું હોતું. જોકે, ડોક્ટર્સ આ બાળકને બચાવી શક્યા નહોતા. મહિલાના પેટમાં બે બેબી હતા. એક બાળક ગર્ભાશયની અંદર હતું અને બીજું ગર્ભાશયની બહાર હતી. આ બાળક સ્ટોન બેબી તરીકે રૂપાંતરિત થયું હતું.

ડો. જ્યોતિ જયસ્વાલના મતે, 26 વર્ષીય આ મહિલાએ રાયપુરની અન્ય એક હોસ્પિટલમાંથી સોનોગ્રાફી રિપોર્ટ સાથે રિફર કરવામાં આવી હતી. સોનોગ્રાફી રિપોર્ટ પ્રમાણે, મહિલાના પેટની અંદર સાત મહિનાનું સ્ટોન બેબી છે. કેલ્શિયમને કારણે તે પથ્થર (લિથોપેડિયન) બની ગયું છે.

ડો. જ્યોતિએ ઓપરેશન અંગે કહ્યું હતું કે દાખલ થયા બાદ મહિલાનો એક્સ રે, સિટી એન્જિયો, એમઆરઆઈ કરાવ્યો હતો. સ્ટોન બેબીની જાણ થતાં વેસ્ક્યુલર સર્જરી વિભાગના ડોક્ટર્સનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ સાથે જ એ માહિતી આપવામાં આવી કે બાળક પેટ તથા આંતરડાની નસોમાં ચિપકી ગયું હોવાથી સર્જરી દરમિયાન વેસ્ક્યુલર સર્જનની જરૂર પડી શકે તેમ હતી. સર્જરી દરમિયાન સ્ટોન બેબી ગર્ભાશયની બહાર રૂડીમેન્ટરી હાર્નના ટિશ્યૂથી સપ્લાય મેળવતું હતું. રૂટીડમેન્ટરી હાર્નને કાપીને સ્ટોન બેબીને કાઢવામાં આવ્યું હતું., કારણ કે પેટની અંદર બેબીની આસપાસના અંગોને અસર કરી નહોતી.

ડો.જ્યોતિના મતે, આ ઘણો જ દુર્લભ કેસ છે. રાયપુરમાં તેમણે અત્યાર સુધીમાં આ ત્રીજો કેસ જોયો. આ પહેલાં જ્યારે તે પીજીના વિદ્યાર્થિની હતા ત્યારે એટલે કે 22 વર્ષ પહેલાં એક કેસ જોયો હતો. ત્યારબાદ થોડાં વર્ષ પછી એક કેસ આવ્યો હતો. આ ત્રીજો કેસ છે. આ કેસમાં બે પ્રેગનન્સી સાથે થઈ હતી અને દોઢ મહિના પછી એકનો વિકાસ અટકી ગયો હતો. આથી એક જીવિત બાળકે સાડા સાત મહિનાનો હતો અને બીજી સાત મહિનાનો હતો. ડોક્ટરના મતે, આ કેસને મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવા માટે પરિવારની મંજૂરી લેવામાં આવી છે. મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પરિવારની મંજૂરીથી સ્ટોન બેબીને સુરક્ષિત રાખવામાં આવ્યું છે.

જીવિત પ્રસવની શક્યતા ઓછીઃ ડોક્ટરે કહ્યું હતું કે એબ્ડોમિનલ પ્રેગ્નન્સીમાં પેટની અંદર બહુ ઓછા બાળકો જીવિત રહી શકે છે. એવું નથી કે બાળક પેટની અંદર આટલું મોટું થઈ ગયું ને ડિલિવિરી ટાઇમ આવ્યો અને મર્યું નથી. આ પણ દુર્લભ છે. મેડિકલ લિટરેચરમાં રેર કેસ મળ્યા છે, જેમાં એબ્ડોમિનલ પ્રેગ્નન્સી જીવિત પેદા થઈ છે.

 

 

You cannot copy content of this page