દીકરીઓને સાપનો ભારો સમજતા લોકો ખાસ વાંચે, ત્રણ દીકરીઓ બની ક્લાસ વન અધિકારી

હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના રાવતસરની ત્રણ બહેનોએ એક સાથે RAS અધિકારી બનીને ઈતિહાસ સર્જ્યો છે. આ ત્રણેય બહેનોએ પોતાની લગનથી સાબિત કર્યું કે સારો ઉછેર હોય તો દીકરી બોજ નહીં પરંતુ વરદાન સાબિત થાય છે. રાજસ્થાનની વહીવટી પરીક્ષામાં ત્રણેય બહેનોએ સાથે એક્ઝામ આપી હતી અને ત્રણેય પાસ થઈ ગઈ. ત્રણ બહેનોએ સરકારી સ્કૂલમાં પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો.

એક બહેન મંજૂ 2012માં રાજ્ય વહીવટી સેવામાં સહકારિતા વિભાગમાં છે. સૌથી મોટી બહેન રોમાને 2011માં સરકારી નોકરી મળી હતી. હવે ત્રણ બહેનો RAS બની ગઈ.

ત્રણે બહેનોમાંથી અંશુએ OBC ગર્લમાં 31, રીતુએ 96 તથા સુમને 98મો રેન્ક મેળવ્યો છે. એક સમયે પાંચેય બહેનો ગામની સરકારી સ્કૂલમાં અઙ્યાસ કર્યો હતો અને પછી તેમના પેરેન્ટ્સે શહેરમાં જઈને પ્રાઈવેટ સ્કૂલમાં અભ્યાસ કરાવ્યો હતો.

દીકરાની ઈચ્છા રાખતા માતા-પિતાએ આમાંથી કંઈક બોધપાઠ લેવાની જરૂર છે. આ પરિવારે દીકરાને અભિશાપ નહીં, પરંતુ વરદાન માન્યું હતું. હનુમાનગઢ જિલ્લાના નાનકડાં ગામમાંથી ત્રણ બહેનો એક સાથે RAS બની અને પેરેન્ટ્સનું સપનું પૂરું કર્યું. પાંચેય બહેનો RASમાં પસંદગી પામી છે. રાવતરના ભેરુસરી ગામમાં રહેતા સહદેવ સહારણ ખેડૂત છે. સહારણ પરિવાર જ્યારે પોતાના ગામડે આવશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મોટી બે દીકરીઓમાંથી એક દીકરી BDOમાં છે અને બીજી સહકારી વિભાગમાં છે. ત્રણેય બહેનોએ કહ્યું હતું કે તેમની મોટી બહેનોમાંથી તેમને પ્રેરણા મળી હતી.

RASમાં સિલેક્ટ થયેલી 5 બહેનમાંથી સૌથી મોટી બહેનની વાત કરવામાં આવે તો તેણે કહ્યું હતું કે આ બધું જ પેરેન્ટ્સન મહેનતનું ફળ છે. રોમાએ કહ્યું હતું કે તેમને સમાજના લોકો મેણા મારતા હતાં કે દીકરીઓને આટલું ભણાવાય નહીં. જોકે, તેમણે આ વાતની ક્યારેય પરવા કરી નહીં.

અંશુ, રીતુ, સુમન RAS 2018ની પરીક્ષાના પરિણામાં પાસ થઈ છે. ગામમાં ખેતી કરતાં સહદેવની ત્રણેય દીકરીઓ RAS બની જતાં ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. રોમાએ કહ્યું હતું કે તેના પિતા ક્યારેક એવું વિચારીને ડરતા હતા કે આટલું ભણાવ્યા બાદ જો દીકરીઓ નિષ્ફળ ગઈ તો બધા હસશે, પરંતુ તેમણે દીકરીઓના સપના પૂરા કરવામાં સહેજ પણ કચાશ રાખી નહીં.

You cannot copy content of this page