Only Gujarat

National

આ એક પરિવારની ભૂલને કારણે ભિખારી રાતોરાત બની ગયો લાખોપતિ

દેહરાદૂનઃ ઉત્તરાખંડના દેહરાદૂનમાં હાલમાં જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. પિતાની ગેરહાજરીમાં પુત્રે એક ગાદલું ભિખારીને આપી દીધું હતું. પિતાને જ્યારે આ વાતની ખબર પડી તો હવે તે આખા શહેરમાં તે ભિખારીને શોધી રહ્યા છે. આખો પરિવાર આઘાતમાં છે.

શું છે ઘટનાઃ કનખલના દરિદ્ર ભંજન મંદિરની બહાર ભિખારી બેસતા હોય છે. દીકરાએ આમાંથી જ એક ભિખારીને ગાદલું આપ્યું હતું. આ ઘટના ત્રણ દિવસ પહેલાંની છે. શિવાલિક નગરમાંથી એક યુવક સ્મશાન ઘાટની પાસે આવેલા દરિદ્ર ભંજન આવ્યો હતો. મંદિરની બહાર બેઠેલા એક ભિખારીને યુવકે ગાદલું આપ્યું હતું. ભિખારીએ ના પાડી હતી, પરંતુ યુવક માન્યો નહીં. અંતે તે ભિખારી ગાદલું લઈને જતો રહ્યો હતો.

સાંજે જ્યારે યુવકના પિતા ઘરે આવ્યા ત્યારે ગાદલું ના જોઈને એકદમ ડરી ગયા હતા. તેમણે દીકરાને ગાદલા વિશે પૂછ્યું તો તેણે એવો જવાબ આપ્યો કે ગાદલું બહુ જૂનું હતું અને ખરાબ હતું તો તેણે ભિખારીને આપી દીધું. આ સાંભળીને પિતા ગુસ્સે થઈ ગયા હતા અને માથું પકડીને બેસી ગયા હતા. તેમણે દીકરાને કહ્યું હતું કે તેમાં 40 લાખ રૂપિયા છે. ત્યારબાદ પિતા-પુત્ર ભાગતા ભાગતા દરિદ્ર ભંજન ગયા હતા. અહીંયા તે ભિખારી તો મળી ગયો, પરંતુ તેણે એવો જવાબ આપ્યો કે તેને ગાદલાની જરૂર નહોતી અને તેથી જ તેણે અન્ય કોઈ ભિખારીને ગાદલું આપી દીધું હતું.

ભિખારીએ એવું પણ કહ્યું હતું કે તે ભિખારી હરકી પેડી વિસ્તારમાંથી આવ્યો હતો. આ સિવાય તેને કંઈ જ ખબર નથી. હવે પિતા-પુત્ર છેલ્લાં ત્રણ દિવસથી આખા શહેરમાં તે ભિખારીને શોધી રહ્યા છે. જોકે, હજી સુધી તે ભિખારી મળ્યો નથી. પિતા-પુત્ર હજી સુધી પોલીસ ફરિયાદ કરી નથી. કનખલમાં આ વિષય ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો.

You cannot copy content of this page