Only Gujarat

National TOP STORIES

શ્રમિકે મહિલાએ જમવા માટે અડધી રાતે ફોન કર્યો તો મહિલા IPSએ જે કર્યું તે જાણીને ગર્વ થશે

કોરોના વાયરસના વધતા જતાં પ્રકોપના કારણે દેશમાં ચોથું લોકડાઉન ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં બધા જ લોકો તેને ઘરોમાં કેદ છે. તો કેટલાક પ્રવાસી શ્રમિક એવા પણ છે. જે તેના વતન જવા માટે શહેરોમાંથી પગપાળા જ રોડ પર નીકળી પડ્યાં છે. આવી જ કેટલીક શ્રમિક મહિલા નેલ્લૂર જિલ્લામાંથી વિજયનગર માટે નીકળી. જો કે જમવાની વ્યવસ્થા ન હોવાથી તે ભૂખી હતી. આ સ્થિતિમાં તેમણે વિજયનગર જિલ્લાના એસ. પી. બી. રાજાકુમારીને કોલ કરીને મદદ માંગી. રાત્રે 12 વાગ્યે જ્યારે આ મહિલાએ એસપીને કોલ કર્યો તો તેમણે તેમના ઘરમાં જ લેમન રાઇસ બનાવીને દરેક મહિલા માટે ભોજનની વ્યવસ્થા કરી.

રાત્રે ભોજન વ્યવસ્થા ન થતાં ઘરે પર બનાવી રસોઈ
એસ.પી. બી. રાજા કુમારીએ જણાવ્યું કે, રાત્રે તેમના ફોન પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો. ફોન કરનાર મહિલાએ જણાવ્યું કે, તે 2 દિવસથી પ્રવાસ કરી રહી છે અને રસ્તામાં કંઇ જ ખાવાનું મળ્યું નથી અને તે ભૂખ્યા તરસ્યા જ ચેકપોસ્ટ સુધી પહોંચી છે.

ત્યારબાદ એસપીએ તેમના ઓફિસરને કોલ કર્યો અને પૂછ્યું કે, અત્યારે કંઇક ખાવાનું મળી શકેશ? તો જવાબ મળ્યો કે રાત્રિના સમયે તો ભોજનનો પ્રબંધ કરવો મુશ્કેલ છે. ઓફિસર્સેએ પણ જણાવ્યું કે તે હાલ બ્રેડની વ્યવસ્થા કરી શકે છે પરંતુ હાલ રાત્રે તો એ પણ મળવી મુશ્કેલ છે. આ સ્થિતિમાં તેમણે ઘરે જ લેમન રાઇસ બનાવવ્યાં અને ચેકપોસ્ટ પર પહોંચી ગઇ.

શ્રમિકોને કપડાં, ચપ્પલ પણ આપ્યાં
એસ.પી બી રાજાકુમારીએ જણાવ્યું કે, તે ચેકપોસ્ટ પર પહોંચી ત્યાં સુધીમાં 7 મહિલા ત્યાંથી આગળ નીકળી ગઇ હતી. બાકીની 11 મહિલાઓને લેડી કોલેજમાં બનાવેલ ક્વોરન્ટાઇન લઇ જવાઇ અને ત્યાં તેમને જમાડવામાં આવી. જ્યારે એસપીના નંબર વિષે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, ગામમાં કોઇ વ્યક્તિએ તેમને આ નંબર આપ્યાં હતા અને જણાવ્યું હતું કે જો રસ્તામાં કોઇ મદદની જરૂર પડે તો આ નંબર પર કોલ કરજો, મદદ મળી જશે. આ પહેલી વખત નથી.

મહિલા અધિકારીએ શ્રમિક મહિલાઓ માટે ભોજન બનાવ્યું
આઇપીએસ, એસ.પી. વિજયનગર જિલ્લા બી રાજાકુમારીને અડધી રાત્રે એક પગપાાળા જતી શ્રમિક મહિલાનો ફોન આવે છે. બી.રાજા કુમારીએ અડધી રાત્રે તેમનો કોલ રિસિવ કર્યો અને પોતાના ઘરે શ્રમિક મહિલાઓ માટે ભોજન બનાવ્યું અને તેમને લેડી કોન્ટાઇન સેન્ટરમાં આશ્રય આપીને ભોજન કરાવ્યું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page