Only Gujarat

International TOP STORIES

1 કરોડ 20 લાખમાં વેચાઈ રહ્યું છે આ સામાન્ય મકાન પણ લોકોએ અંદર જઈને જોયું તો પહોળી થઈ ગઈ આંખો

કહેવાય છે કે, કોઇપણ પુસ્તકને તેના કવર પેજથી જજ ન કરવું જોઇએ. આ રીતના મુલ્યાંકનના કારણે કેટલીક વખત ખોટો નિર્ણય પણ લેવાય જાય છે. કોઇપણ વસ્તુ પ્રત્યે અભિપ્રાય બાંધતા પહેલા કોઇપણ ચીજને સારી રીતે સમજી અને પરખી લેવી જોઇએ ત્યારબાદ તેના પર કોઇ અભિપ્રાય આપવો જોઇએ. હાલ સોશિયલ મીડિયા પર એક મકાનનનો ફોટો વાયરલ થયો છે. લાલ રંગના આ મકાનનની કિંમત 1 કરોડ 20 લાાખ રૂપિયા રાખવામાં આવી છે. જોકે ઘરને જોયા બાદ લોકોને તેની કિંમત ખટકી. કેટલાંક લોકોએ કમેન્ટ કરી કે આટલા સાધારણ મકાનની કિંમત 1 કરોડ 20 લાખ આપવા મૂર્ખતા છે. જોકે જ્યારે આ મકાનના ઘરની અંદરના ફોટો સામે આવ્યાં તો બધાંની આંખો ફાટી ગઈ હતી.

પિટસબર્ગમાં આવેલા સાધારણ પણ અંદરથી અસાધરણ મકાનને જોઈને આપ પણ દંગ રહી જશો. બહારથી સાવ સામાન્ય દેખાતા આ મકાનમાં એક સ્પેસશિપ પણ છે. આ મકાન તેના યુનિક ઇન્ટરિયરને કારણે હાલ ચર્ચાનો વિષય બન્યું છે. એક સમય હતો જ્યારે આ મકાનને ખરીદનાર કોઇ મળતું નથી અને હવે અને દરરોજ અનેક ગ્રાહક આ મકાનને જોવા આવે છે. તો આપને પણ બતાવીએ અંદરથી કેવું દેખાય છે આ ઘર….

બહારથી તો આ ઘર એકદમ સામાન્ય દેખાઇ રહ્યું છે. લાલ રંગના આ મકાનમાં કંઇપણ ખાસ નથી તેમછતાં પણ જ્યારે આ સામાન્ય દેખાતા મકાનની કિંમત 1 કરોડ 20 લાખ રાખવામાં આવી તો લોકો દંગ રહી ગયા.

લોકોએ મા મકાન પર કમેન્ટ કરતાં તેને પૈસાની બરબાદી ગણાવી અને આ મકાનનની આટલી કિંમત ચૂકવવી મૂર્ખાઇ ગણાવી. મકાનનના અંદરની તસવીર બહાર આવી જે અદભૂત છે. મકાનના એક રૂમને સ્પેસશિપની ડેકોરેટ કરવામાં આવ્યું છે. ઘરના એક-એક રૂમનું ઇન્ટિરિયર કાબેલે તારીફ છે. સ્પેસસટલની અંદર મીટિંગની મજા આપને આ જ ઘરમાં મળશે.

મકાનના એક રૂમને બીચમાં ફેરવી દેવાયો છે. સાથે મકાનમાં બનાવેલ સ્વિમિંગ પુલ પણ બીચની કમીને પુરી કરે તે રીતે ઇન્ટિરિયર કરવામાં આવ્યું છે.

હવે ઘરમાં બીચ છે તો પબ પણ જરૂરી છે. તો અહીં તેની પણ કમી નથી બીચની પાસે બારમાં બેસીને આપ બીચની મજા લઇ શકો છો. ઘરની પાછળ એક સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યો છે. સાથે સુંદર સ્વિમિગ પુલ પણ તૈયાર કરવામાં આવ્યો છે

ઘરનું ઇન્ટિરિયર એકદમ અલગ રીતે જ કરવામાં આવ્યું છે. મકાનના દરેક રૂમની અલગ અલગ ડિઝાઇન આપવામાં આવી છે.

એક નજરે જોતા આપ આને સ્પેસ સટલ સમજી લેશો પરંતુ આ ડાઇનિંગ ટેબલ છે.

ઘરની સ્પેસ થીમ પર એક રૂમનૂં ઇન્ટિરિયર કરાયું છે. જેમાં ઘરના એક રૂમમાં એવું સ્પેસ થીમ બનાવવામાં આવ્યું છે. જેને લોકો બહુ જ પસંદ કરે છે.

ઘરના ઇન્ટિરિયરને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે, બહારથી સામાન્ય દેખાતું આ ઘર ખરેખર અદભૂત અને અતિ ભવ્ય અને યુનિક ઇન્ટિરિયરનો બેનમૂન નમૂનો છે.

આ ઘરને આગળથી જેટલું સાધારણ અને સિમ્પલ બનાવવામાં આવ્યું છે. પાછળ અને અંદર તે એટલું જ આકર્ષક છે.

આ ઘરના દરવાજા પણ સ્પેશિયલ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page