Only Gujarat

National TOP STORIES

ખોદકામ સમયે મજૂરોના હાથે લાગ્યો ખજાનો પછી જે થયું તે જાણી વિશ્વાસ નહીં થાય

બુરહાનપુર (મધ્યપ્રદેશ): મધ્ય પ્રદેશના બુરહાનપુરના ખકનાર તાલુકાના ચૌખંડા ગામમાં તળાવમાં ચાલી રહેલા મનરેગાના ખોદકામ દરમિયાન મજુરોને મુઘલકાળના સિક્કા ભરેલો ઘડો મળી આવ્યો. ખોદકામમાં સિક્કા મળવાની વાત ગામમાં વાયુવેગે ફેલાઇ ગઇ. પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ અને વરિષ્ઠ અધિકારીઓને સિક્કા મળ્યા હોવાની જાણ કરી હતી. ઘડામાંથી મળી આવેલા 260 સિક્કા મુઘલ બાદશાહો અને સુલતાનના નામ લખેલા છે.

દેડતલાઇ ચોંકી પ્રભારી હંસકુમાર ઝિઝોરેએ જણાવ્યું કે ગ્રામ પંચાયત બાલાઘાટના ચૌખંડામાં નિસ્તાર તળાવ માટે મનરેગા યોજનામાં મજુરો દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું. શુક્રવાર 5 જુનના દિવસે મજુર કામલ સિંહ મૌજીલાલ અને માંગીલાલ દુર્ગસિંહને ખોદકામ કરતી વખતે જૂના સિક્કા ભરેલો ઘડો મળ્યો.

બાદમાં આ વાતની જાણ પોલીસ ટીમને થતા તે દોડી આવી હતી અને સિક્કા ભરેલો ઘડો જપ્ત કર્યો હતો. ઘડામાંથી 260 સિક્કા નિકળ્યા હતા. આ વાતની જાણ ક્લેક્ટર, એસપી સહિત વરિષ્ઠ અધિકારીઓને કરવામાં આવી. આ સિક્કા કેટલા જૂના અને કઇ ધાતુના છે એ તપાસ બાદ જ જાણી શકાશે. શનિવાર 6 જુને રાજસ્વ અધિકારીઓની સાથે સિક્કા મળેલા સ્થળે નિરિક્ષણ કરી મજુરોની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

ઇતિહાસકાર કમરુદ્દીન ફલકે જણાવ્યું કે ખોદકામ દરમિયાન મળેલા આ સિક્કા મુઘલકાળના ચાંદીના છે. સિક્કા પર બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંનું નામ લખેલું છે.

જ્યારે કેટલાક સિક્કા શેર શાહસૂરીના સમયના પણ છે. શાહજહાંના સમય બુરહાનપુરની જનસંખ્યા 9 લાખ હતી. આથી અહીં સંભવિત લોકો નિવાસ કરતા હશે.

જમીનમાંથી નીકળેલા ઘડામાં અંદાજે 40થી 45 વર્ષની અંદર આ સિક્કા જમા કરવામાં આવ્યા છે. પ્રસાશનની મંજુરી મળ્યા બાદ સિક્કા મળ્યાની જગ્યાનું નિરિક્ષણ કરવામાં આવશે.

બુરહાનપુર ઐતિહાસિક શહેર હોવાથી અહીં પૂર્વમાં ખોદકામ દરમિયાન સિક્કા જમીનમાં ખોદકામ દરમિયાન બહાર નીકળ્યા છે.

You cannot copy content of this page