Only Gujarat

National

એક કપ કૉફીએ કરોડપતિ મહિલાનું જીવન કર્યું બરબાદ, જીવતે જીવ મરી ગઈ

જયપુરના કરણી વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો છે. આ ઘટનાક્રમની શરૂઆત 2018 માં થઈ હતી અને તેનો અંત કરણી વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ એક FIR બાદ થયો છે. જોકે હજુ સુધી પોલીસે તપાશ શરૂ નથી કરી, પરંતુ આ બિઝનેસ વુમન સુમને જે FIR પોલીસને સોંપી છે, તે ખૂબજ ચોંકાવનારી છે. લૉન્ડ્રીના બિઝનેસ સાથે સંકળાયેલ આ મહિલા સાથે 4 વર્ષમાં સેંકડો વાર રેપ અને ગેંગરેપ થયો છે. જે મિત્ર પર વિશ્વાસ કર્યો, એ મિત્રએ જ તેનું જીવન નર્ક સમાન બનાવી દીધું અને ટોર્ચર હજું ચાલું જ છે.

ક્રાઈમ કરનાર પણ છે મોટો બિઝનેસમેન
નોંનાવેલ FIR ના આધારે પોલીસે જણાવ્યું છે કે, વૈશાલી નગર વિસ્તારમાં લૉન્ડ્રીનું કામ કરતી મહિલા સાથે આ ઘટનાક્રમ થયો છે. જયપુરમામ અન્ય જગ્યાઓ પર પણ તેનો વ્યવસાય છે. તે લગભગ 10 વર્ષથી આ કામ કરી રહી છે અને સેલ્ડ મેડ બિઝનેસવુમન છે. તેમને બે બાળકો અને પતિ છે. પતિનો બીજો વ્યવસાય છે. પોલીસે જણાવ્યું કે, વર્ષ 2018 માં તે નીરજ નામના એક યુવાનના સંપર્કમાં આવી હતી. બંને એક કૉમન ફ્રેન્ડ દ્વારા મળ્યાં હતાં. એક સામાન્ય મુલાકાત ક્યારે મિત્રતામાં ફેરવાઈ તેની પીડિતાની ખબર જ ન પડી. નીરજ પોતાની જાતને બહુ મોટો બિઝનેસમેન કહેતો હતો અને કહેતો હતો કે, રાજસ્થાનમાં ઘણાં શહેરો સિવાય દેશનાં ઘણાં રાજ્યોમાં પણ તેનો લૉન્ડ્રીનો બિઝનેસ છે. તેણે પીડિતાને મોટાં-મોટાં સપનાં બતાવ્યાં અને પીડિતા તેની વાતોમાં ફસાઈ ગઈ. કરણી વિહાર પોલીસે જણાવ્યું કે, પીડિતાએ પોતાની પાસેના 1000000 રૂપિયા પણ નીરજને વ્યાપાર માટે આપ્યા હતા.

કૉફી પીધા બાદ તેને હોશ આવ્યો તો શરીર પર કપડાં નહોંતાં
વર્ષ 2018 માં નીરજ એક સાંજે બિઝનેસની વાત કરવા માટે પીડિતાને એક રેસ્ટોરેન્ટમામ લઈ ગયો હતો. અહીં તેણે તેને એક કપ કૉફી પીવડાવી. કૉફી પીધા બાદ જ્યારે તેન હોશ આવ્યો ત્યારે તેના શરીર પર કપડાં નહોંતાં. રેસ્ટોરેન્ટના જ એક રૂમમાં નીરજ પણ ન્યૂડ બેઠો હતો અને દારૂ પી રહ્યો હતો. પીડિતાએ તેનો વિરોધ કર્યો તો નીરજે તેને કેટલાક વીડિયો બતાવ્યા, જે તેણે થોડા સમય પહેલાં જ બતાવ્યા હતા. કહ્યું કે, તે આ વીડિયો પીડિતાનાં બાળકોને મોકલી શકે છે, પીડિતા ત્યાંથી નીકળી ગઈ.

થોડા દિવસ બાદ ફરીથી હોટલમાં અપ્રાકૃતિક રીતે ગેંગરેપ કર્યો
થોડા દિવસ બાદ નીરજે તેને ફરીથી ફોન કરી બોલાવી અને માફી માંગી, ત્યારબાદ બહુ જલદી બહુ ઠીક કરી દેશે એમ કહ્યું. પરંતુ તેના મગજમાં કઈંક બીજું જ ચાલી રહ્યું હતું. તેને પીડિતાને બિઝનેસ ટ્રીપ પર જવાનું કહી તેને પૂછ્યા વગર જ એર ટિકિટ બુક કરાવી દીધી અને તેને પોતાની સાથે રાયપુર લઈ ગયો. અહીં તેના એડવાન્સ પ્લાન અનુસાર, તેના મિત્રો હની અને મયંક પણ આ જ હોટલમાં મળ્યા. હિટલ અને રિસોર્ટમાં પીડિતા સાથે ઘણીવાર અપ્રાકૃતિક રીતે ગેંગરેઓઅ કરવામાં આવ્યો. પીડિતા જ્યારે પણ વિરોધ કરવાનો પ્રયત્ન કરતી ત્યારે નીરજ તેને એ વીડિયો બતાવતો, જે તેણે પહેલી મુલાકાત દરમિયાન બનાવ્યા હતા.

રિલેશન બનાવવા માતે મોકલતો હતો એર ટિકિટ
આ બધું અહીં પૂરું ન થયું. હવે નીરજે પોતાનિ વ્યવસાય વધારવા માટે પીડિતાને એક ટૂલની જેમ વાપરવાની શરૂ કરી. તે પીડિતાને એર ટિકિટ મોકલતો અને અન્ય રાજ્યોમાં રહેતા તેના ગ્રાહકોને ખુશ કરવા માટે તેમની પાસે પીડિતાને જવાનું કહેતો. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, ગત કેટલાંક વર્ષોમાં તે ઘણી જગ્યાઓએ જઈણે આવી છે. પરંતુ હવે અંદરથી મરી ગઈ છે, તૂટી ગઈ છે અને પોતાની જાત સાથે પણ નજર મિલાવી શકતી નથી. તે હવે આ દુનિયા છોડવા ઈચ્છે છે.

રિલેશન બનાવવા માતે મોકલતો હતો એર ટિકિટ
આ બધું અહીં પૂરું ન થયું. હવે નીરજે પોતાનિ વ્યવસાય વધારવા માટે પીડિતાને એક ટૂલની જેમ વાપરવાની શરૂ કરી. તે પીડિતાને એર ટિકિટ મોકલતો અને અન્ય રાજ્યોમાં રહેતા તેના ગ્રાહકોને ખુશ કરવા માટે તેમની પાસે પીડિતાને જવાનું કહેતો. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, ગત કેટલાંક વર્ષોમાં તે ઘણી જગ્યાઓએ જઈને આવી છે. પરંતુ હવે અંદરથી મરી ગઈ છે, તૂટી ગઈ છે અને પોતાની જાત સાથે પણ નજર મિલાવી શકતી નથી. તે હવે આ દુનિયા છોડવા ઈચ્છે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page