Only Gujarat

National

CA પાસેથી અધિકારીઓને મળ્યો ખજાનો, અધિકારીઓને 8.15 કરોડ મળ્યાં રોકડા

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પાસે 8.15 કરોડ રોકડા મળ્યા છે. જાસૂસી વિભાગની એન્ટી બેન્ક ફ્રોડ સેક્શને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટના કારમાંથી બે લાખ કરતાં વધુ રોકડા મેળવ્યા છે. ત્યારબાદ કોલકાતા પોલીસે સીએ શૈલિષ પાંડેયના હાવડાના શિવપુરમાં આવેલ ઘર પર રેડ પાડી. જ્યાં રેડ દરમિયાન 5.95 કરોડ રૂપિયા રોકડા મળ્યા. કોલકાતા પોલીસે શૈલેષ અને તેના ભાઈ અરવિંદ પાંડેય વિરૂદ્ધ લુક આઉટ નોટિસ બહાર પાડી છે.

મળેલી માહિતી અનુસાર, સીએ શૈલેષ પાંડેયનાં બે બેન્ક અકાઉન્ટમાં 20 કરોડ રૂપિયા જમા હતા. આ ખાતાંને પણ સીઝ કરવાની કાર્યવાહી ચાલું છે. કોલકાતા પોલીશ શૈલેષ પાંડેયને શોધી રહી છે. કોલકાતા પોલીસના જાસૂસી વિભાગના એન્ટી બેન્ક ફ્રોડ સેક્શને 15 ઑક્ટોબરે અડધી રાતે હાવડામાં રેડ પાડી. આ રેડ દરમિયાન 2 કરોડ 20 લાખ 50 હજાર રૂપિયા રોકડા મળ્યા છે. આ રકમ સીએની કારમાંથી મળ્યા છે. ત્યારબાદ પોલીસે હાવડાના શિવપુરમાં આવેલ શૈલેષ પાંડેયના ફ્લેટ પર રેડ પાડી.

પોલીશના જણાવ્યા અનુસાર ફ્લેટ પર તાળું હતું. દરવાજો તોડીને પોલીસની એન્ટી બેન્ક ફ્રોડ સેક્શનની ટીમ જ્યારે ફ્લેટની અંદર ગઈ તો તેમને મોટા પ્રમાણમાં હીરા, સોના-ચાંદીનાં ઘરેણાં મળ્યાં. શૈલેષ પાંડેયના આવાસથી 5.95 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. કોલકાતા પોલીસે શૈલેષ પાંડેયની કાર અને રહેઠાણ પરથી મળેલ 8.15 કરોડ રૂપિયા રોકડા અને ઘરેણાં જપ્ત કર્યાં છે. કોલકાતા પોલીસે આ બાબતે કેસ દાખલ કર્યો છે. પોલીસ હવે મુખ્ય આરોપી શૈલેષ પાંડેયની ધરપકડ માટે સંભવિત જગ્યાઓ પર રેડ પાડી રહી છે.

કેનરા બેન્કની ફરિયાદ પર એક્શન
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલકાતા પોલીસે આ કાર્યવાહી કેનરા બેન્ક દ્વારા કરવામાં આવેલ ફરિયાદના આધારે કરી હતી. સૂત્રોએ દાવો કર્યો છે કે, કેનરા બેન્ક્સના એક ખાતામાં સંદિગ્ધ લેણદેણ જોઈ બેન્કના વહિવટી તંત્રએ તેના પર નજર રાખવાની શરૂ કરી હતી. કેનરા બેન્કના અધિકારીઓએ કોલકાતાના લાલબજાર પોલીસ સ્ટેશનમાં દગાની ફરિયાદ નોંધાવી, ત્યારબાદ ફરિયાદના આધારે કોલકાતા પોલીસના જાસૂસી વિભાગની એન્ટી બેન્ક ફ્રોડના યૂનિટે તપાસ શરૂ કરી દીધી. આરોપીની કારની તલાશી કરી તો તેમાંથી 2 કરોડ 20 લાખ રૂપિયા રોકડાની સાથે-સાથે હીરા અને ઘરેણાં પણ મળ્યાં.

ઘણી જગ્યાએ તપાસ ચાલું
કોલકાતા પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસની તપાસ ચાલુ છે. બીજી ઘણી જગ્યાઓએ સર્ચ ઓપરેશન ચાલું છે. કોલકાતા પોલીસના જણાવ્યા અનુસાર, સૂત્રોના જણાવ્યા અનુસાર, શૈલેષ પાંડેય અને અન્ય આરોપીઓએ ગુનાહિત કાવતરા અંતર્ગત કેનરા બેન્કની નરેન્દ્રપુર શાખામાં 16 સ્ટેન્ડ રોડ કોલકાતા 700001 સરનામા પર નકલી દસ્તાવેજના આધારે બે કંપનીઓના નામે ખાતાં ખોલ્યાં અને મોટી લેણદેણ કરી. રકમના ફ્લોની તપાસ કરી તો ઘણાં ખાતાં અંગે ખબર પડી. શરૂઆતની લેણદેણની તપાસ કરી તો આ વિદેશી મુદ્રા વ્યાપાર સાથે જોડાયેલ ઓનલાઈન પાઠ્યક્રમોના બહાને કેનરા બેન્કનાં આ ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

બે ખાતાંમાં 20 કરોડ
કોલલાતા પોલીસના સૂત્રોનું માનીએ તો, અત્યાર સુધીમાં બે ખાતાંમાં 20 કરોડ રૂપિયાની ખબર પડી છે, જેને બ્લોક કરવામાં આવી શકે છે. કોલકાતા પોલીસે ફરાર સીએ શૈલેષ પાંડેય અને તેના ભાઈ અરવિંદ પાંડેય વુરૂદ્ધ લુકઆઉટ નોટીસ બહાર પાડી છે. આરોપીના ફ્લેટમાંથી મે લેપટોપ, એક ટેબલેટ અને ઘણાં ઈલેક્ટ્રોનિક ગેજેટ કોલકાતા પોલીસે જબ્ત કર્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page