Only Gujarat

National TOP STORIES

કંઈક આવું છે દિલ્હી CM અરવિંદ કેજરીવાલનું ઘર, પહેલીવાર જુઓ અંદરની તસવીરો

નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક લોકપ્રિય નેતા છે. હરિયાણાના હિસાર જિલ્લાના સિવાની ગામમાં જન્મેલા અરવિંદ કેજરીવાલ એકવાર ફરી રાજધાનીમાં મુખ્યમંત્રીની સત્તા હાંસિલ કરવા માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છે. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેઓ આ પહેલા આઈઆરએસમાં હતાં. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાસે 3.4 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને વર્ષ 2015ની સરખામણી કરતાં આમાં 1.3 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આવામાં અમે તમારા માટે અરવિંદ કેજરીવાલના ઘરની તસવીરો લાવ્યા છીએ.

મંગળવારે કેજરીવાલે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અરવિંદ કેજરીવાલની એફિડેવિટ પ્રમાણે તેમની સંપત્તિમાં અંદાજે દોઢ કરોડ રૂપિયાનો વધારો થયો છે. વર્ષ 2015ના એફિડેવિટ પ્રમાણે અરવિંદ કેજરીવાલની સંપત્તિ 2 કરોડ 9 લાખ 85 હજાર 336 રૂપિયા હતી જે હવે 2020માં વધીને 3 કરોડ 40 લાખ રૂપિયા થઈ ગઈ છે. એફિડેવીટ પ્રમાણે, 2015માં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પાસે રોકડ અને એફડીમાં કુલ 15 લાખ રૂપિયા હતાં જે 2020માં વધીને 57 લાખ રૂપિયા થયા છે. પાર્ટીના એક પદાધિકારીના જણાવ્યા પ્રમાણે, સ્વૈચ્છિક સેનાનિવૃત્તિ લાભ એટલે કે વીઆરએસ તરીકે સુનીતા કેજરીવાલને 32 લાખ રૂપિયા અને એફડી મળી બાકીની તેમની બચત છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરવા જતાં પહેલા અરવિંદ કેજરીવાલની માતાએ તિલક કરીને હાથ પર રક્ષાપોટલી બાંધી હતી. ત્યાર બાદ સીએમ કેજરીવાલે માતાના પગે પળીને આશિવાર્દ લીધાં હતાં.

દિલ્હી સીએમે પહેલાં જ પ્રયત્નમાં સિવિલ સર્વિસ એક્ઝામ ક્લિયર કરી હતી. કેજરીવાલ તો હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ દિલ્હી સીએમનો પરિવાર બહુ જ ઓછો ચર્ચામાં રહેતો હોય છે. અરવિંદ કેજરીવાલના પરિવારજનોને કોઈ ઓખળતું પણ નહીં હોય.

સોશિયલ મીડિયા પર કેજરીવાલ પોતાના પરિવાર સાથે તસવીરો શેર કરતાં હોય છે. આ તસવીરોમાં તેઓ ઘરના સભ્યોની સાથે પૂજા કરતાં જોવા મળ્યાં હતાં. (કેજરીવાલ પરિવારનું દિવાળી સેલિબ્રેશન)

થોડા દિવસો પહેલાં જ કેજરીવાલ પોતાના ઘરમાં કુંડામાં પાણી ચેન્જ કરી રહ્યાં હતાં. તેમણે ઘરની તસવીરો શેર કરી હતી જેમાં તેઓ ઘરની સાફ-સફાઈ કરતાં જોવા મળ્યાં હતાં. આ દરમિયાન તેમના પત્ની સુનિતા પણ ઘરમાં ટ્રી અને પ્લાન્સ્ટમાં પાણી બદલતાં જોવા મળ્યાં હતાં.

દિલ્હી સીએમનું ઘર વૃક્ષોથી ભરેલું છે. કેજરીવાલ પોતાના ઘરમાં આવેલા ડાઈનિંગ રૂમમાં વૃક્ષોને પાણી પીવડાવતાં જોવા મળ્યાં હતાં.

કેજરીવાલ પોતાના બાળકોનો જન્મદિવસ ઉજવતાં નથી. કેજરીવાલ કોલેજના દિવસોથી સમાજ સેવામાં રહ્યાં છે તેઓ કોલેજ બાદ ગરીબ બાળકોને ભણાવવા ઝૂપડપટ્ટીમાં જતાં હતાં. (પરિવારની સાથે દિલ્હી સીએમ)

અરવિંદ કેજરીવાલને બે બાળકો પણ છે. પુત્રીનું નામ હર્ષિતા અને પુત્રનું નામ પુલકિત છે. કેજરીવાલ ઘરમાં યોજાનારી પૂજા-અર્ચનાની તસવીરો શેર કરતાં હોય છે.

અરવિંદ કેજરીવાલના લગ્ન સુનિતા કેજરીવાલ સાથે થયા હતાં. તેમના પત્ની સુનિતા પણ એક આઈઆરએસ અધિકારી રહી ચૂક્યાં છે.

તેમણે ઈન્કમટેક્સ વિભાગમાં એડિશનલ કમિશ્નર પદ પર પણ કામ કર્યું છે. પરંતુ ત્યાર બાદ તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. (કેજરીવાલની પુત્રી હર્ષિતા પૂજા કરતી જોવા મળી)

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page