Only Gujarat

Bollywood National

આ યુવતીએ કપડાં ઉતારી બાળકો પાસે બનાવડાવ્યું પોતાનું નગ્ન પેન્ટિંગ

કેરળની વિવાદિત સામાજિક કાર્યકર્તા રેહાના ફાતિમા ફરી એકવાર ચર્ચામાં આવી છે. રેહાના પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેણીએ પોતાના સગિર બાળકો પાસે પોતાની અર્ધનગ્ન શરીર પર પેન્ટિંગ કરાવી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. રેહાનાનો આ વીડિયો વાયરલ થતાં જ તેના પર હોબાળો મચી ગયો છે. ત્યારબાદ પોલીસે તેના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

રેહાના વિરુદ્ધ આ મામલો સૂચના પ્રોદ્યોગિકી અને કિશોર ન્યાય કાયદા અંતર્ગત દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના ઓબીસી મોરચાના નેતા એવી અરુણ પ્રકાશે તિરુવાલા પોલીસમાં આ અંગે ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ પોલીસે આ કેસ દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ફાતિમાએ આ વીડિયો પોતાના ઇંસ્ટાગ્રામ પર બોડી એન્ડ પોલિટિક્સના નામે શેર કર્યો હતો. જે વાયુવેગે વાયરલ થઇ ગયો. આ દરમિયાન કેરળના રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે આ મામલે 10 દિવસની અંદર પતનમતિટ્ટા જિલ્લા પોલીસ પ્રમુખ પાસેથી રિપોર્ટ માગ્યો છે.

ફતિમાં અવાર નવાર ઇંસ્ટાગ્રામ પર ન્યૂડ ફોટોઝ શેર કરવાને લઇને ચર્ચામાં રહે છે. આ પહેલા તેણીએ 2018માં સબરીમાલા સ્થિત ભગવાન અય્યપ્પાના મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર હિન્દુ શ્રદ્ધાળુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.

વિવાદોમાં રહેતી ફાતિમા 2014માં કોચ્ચિમાં મોરલ પુલિસિંગ વિરુદ્ધ કિસ ઓફ લવ કેમ્પેઇનમાં પણ જોડાઇ ચૂકી છે. તેમના પાર્ટનરે કિસનો વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેના પર ખુબ જ હોબાળો મચ્યો હતો. બોડી પર પેન્ટિંગ કરાવતી રેહાના ફાતિમાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં ખુબ જ ગુસ્સો છે અને લોકો ફાતિમાની ધરપકડ થાય તેવી માગણી કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે રેહાના ફાતિમાનું નામ પહેલા પણ વિવાદોમાં આવી ચૂક્યું છે. ફાતિમાનું કહેવું છે કે તે મહિલાઓને લઇને દફિયાનુસી પ્રથાઓના વિરોધમાં ખુલીને પોતાનો પક્ષ રાખે છે. રેહાનાએ એકા નામની એક ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મને તેના પતિ મનોજ કે શ્રીધરે પ્રોડ્યુસ કરી હતી. ઇન્ટરસેક્સુઆલિટીની થીમ પર બનેલી આ ફિલ્મમાં રેહાનાએ અનેક ન્યૂડ અને બોલ્ડ સીન આપ્યા હતા.

આ સિવાય રેહાનાએ સબરીમાલા વિવાદ બાદ કહ્યું હતું કે આ સંપૂર્ણ રીતે તેની ઇચ્છા હતી કે તે અયપ્પાને જુએ કારણ કે તે તમામ ધર્મો પર વિશ્વાસ અને સમ્માન કરે છે. સાથે જ તમામ રીતિ-રિવાઝનું પાલન કરે છે.

આ તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવેલ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page