Only Gujarat

National

એક જમાતીએ પોતાના જ પરિવારના 8 સભ્યોને આપ્યો કોરોના, દિકરી-જમાઇ, પુત્ર-પુત્રી અને પૈત્રી-ભાણેજ બધા જ પોઝિટિવ

એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં કોરોનાનો ખતરનાક વાયરસ કેવી રીતે ફેલાઇ છે તેનું એક ઉદાહરણ બિહારમાં મુંગેર જિલ્લામાં સામે આવ્યું છે. અહીં બે મહિના પહેલા નાલંદામાં આયોજીત તબલઘી મરકઝમાં સામેલ થનારા એક વૃદ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. વૃદ્ધમાં કોરોનાની પુષ્ટી થયા બાદ બીજા જ દિવસે તેના સમગ્ર પરિવાર અને પાડોસીના લોકો જેઓ સંપર્કમાં આવ્યા હશે તેમના સેમ્પલ લેવામાં આવ્યા. આ તપાસ બાદ જે રિપોર્ટ આવ્યા તે જાણી સૌકોઇ ચોંકી ગયા છે. કારણ કે વૃદ્ધના સંપર્કમાં આવનારા તેના પરિવારના 8 સભ્યની સાથે સાથે પાડોશીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

હાલ કોરોના પોઝિટિવ મળેલા આ તમામ દર્દીને મુંગેરથી વધુ સારવાર માટે પટનાના એનએમસીએચ રેફર કરવામાં આવી ચૂક્યા છે. વૃદ્ધના સંપર્કમાં આવવાથી કોરોના પીડિત થનાર તેના પરિવારના સભ્યોમાં 60 વર્ષિય જમાતીની 55 વર્ષની પત્ની, 42 વર્ષિય પુત્ર, 26 વર્ષિય પુત્રી, 20 વર્ષિય પુત્રી, 40 વર્ષિય જમાઇ, 30 વર્ષિય જમાઇ, 30 વર્ષિય પુત્રવધુ, 02 વર્ષિય પૌત્રી, 06 મહિનાની ભાણેજ સિવાય 40 વર્ષના એક પાડોશીનો સમાવેશ થાય છે.

પરિવારના એક સભ્યના સંક્રમિત થવાથી કોરોનાનો ખતરનાક વાયરસ નવ અન્ય લોકોને સંક્રમિત કરી ચૂક્યો છે. જો સરકાર દ્વારા જાહેર દિશાનર્દેશનું પાલન કરવામાં આવ્યું હોત તો કદાચ વૃદ્ધ વ્યક્તિનો પરિવાર બચી શક્યો હતો પરંતુ હાલ તો બધા સારવાર હેઠળ છે.

તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે આંકડો હજુ પણ વધી શકે છે. થોડા દિવસ પહેલા ICMRના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એક કોરોના પીડિત દર્દી એક મહિનામાં 406 લોકોને સંક્રમિત કરી શકે છે. મુંગેરના વૃદ્ધના સંપર્કમાં આવેલા 46 અન્ય લોકોના સેમ્પલ શુક્રવારે મોકલવામાં આવ્યા છે. જેમના રિપોર્ટ આવ્યા બાદ કોરોના દર્દીની સંખ્યા વધવાની આશંકા છે.

મુંગેરના સિવિલ સર્જન ડોક્ટર પુરુષોત્તમ કુમારે કહ્યું કે પોઝિટિવ મળેલા વૃદ્ધ સહિત 7 અન્ય જમાતીઓ સિવાય પોઝિટિવ આવેલા તમામ 10 લોકોના સંપર્કમાં આવેલા લોકોની સ્ક્રિનિંગ કરવાની યાદી તૈયાર થઇ ગઇ છે. શુક્રવારની રાત સુધીમાં 46 લોકોની ઓળખ કરી બધાને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તમામ 46 લોકોના સેમ્પલ ભાગલપુરથી આવેલી 15 સભ્યોની ટીમ દ્વારા લેવામાં આવ્યા છે.

You cannot copy content of this page