Only Gujarat

Bollywood

TV પર મેઘનાદ વધ વખતે ‘લક્ષ્મણ’ને ફરી આવ્યો ગુસ્સો, સોશ્યલ મીડિયા પર ફોટો વાઈરલ

કોરોના વાયરસના લૉકડાઉનની વચ્ચે રામાનંદ સાગરની રામાયણ અને બીઆર ચોપડાની મહાભારત લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. જ્યારથી દૂરદર્શન પર આ સીરિયલનું ફરીથી પ્રસારણ શરૂ થયું છે, ત્યારથી ચેનલની પૉપ્યુલારિટી વધી રહી છે. એટલું જ નહીં, સામાન્ય દર્શકોની સાથે જ સીરિયલના મુખ્ય કલાકારો પણ રામાયણને મિસ નથી કરી રહ્યા. રામાયણમાં લક્ષ્મણનો કિરદાર નિભાવતા એક્ટર સુનિલ લહરીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, ટીવી પર મેઘનાદ વધ જોતા લક્ષ્મણ અને સુનીલ લહરીના ચહેરો ગુસ્સામાં તમતમાયેલો જોવા મળી રહ્યો છે. મેઘનાદને જોઈને સુનીલ લહરી ગુસ્સામાં લાલ થઈ ગયા.

ટીવી પર મેઘનાદ વધ જોતા લક્ષ્મણ એટલે કે સુનીલ લહરીનો ચહેરો ગુસ્સામાં તમતમાયેલો લાગી રહ્યા છે. મેઘનાદને જોઈને સુનીલ લહરી ગુસ્સામાં લાલ થઈ ગયો. ફોટો શેર કરતા સુનીલ લહરીએ લખ્યું- મેઘનાદ વધ જોઈ રહ્યો છું. સુનીલ લહરીનો આ ફોટો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે રામાયણના શૂટિંગ દરમિયાન તેઓ કેટલા ગુસ્સામાં રહેતા હશે.

જણાની દઈએ કે આ પહેલા રાવણનો કિરદાર નિભાવી ચુકેલા 82 વર્ષના અરવિંદ ત્રિવેદી પણ પોતાના ઘરમાં રામાયણ જોતા નજર આવી રહ્યા હતા. તેમનો જે ફોટો સામે આવ્યો હતો, કેમાં અરવિંદ ત્રિવેદી સીતા હરણનો પ્રસંગ જોતા નજર આવ્યા હતા. અરવિંદ ત્રિવેદી રામાયણના એ સીનને જોઈને ખૂબ જ ભાવુક થઈ જાય છે, જ્યારે રાવણ સીતાનું હરણ કરીને તેમના પોતાના પુષ્પક વિમાનમાં લંકાની તરફ લઈ જાય છે. આ દરમિયાન અરવિંદ ત્રિવેદીએ સીતાને જોઈને ચહેરા પર માયૂસી સાથે હાથ જોડી લીધા હતા.

અરવિંદ ત્રિવેદીએ રાવણે આ રોલ સાથે જોડાયેલા કિસ્સો શેર કરતા કહ્યું હતું કે-મારી ઈચ્છા કેવટ બનવાની હતી. જો કે રામાનંદ સાગર તેનાથી સહમત નહોતા. તેમણે મને સ્ક્રિપ્ટ વાંચવા કહ્યું. મે સ્ક્રિપ્ટ વાંચી અને બાદમાં થોડી વાર માટે સન્નાટો છવાઈ ગયો. અરવિંદે કહ્યું કે- જ્યારે હું સ્ક્રિપ્ટ પાછી આપીને જવા લાગ્યો ત્યારે રામનંદ સાગરે રોકીને કહ્યું કે, તેમને પોતાનો લંકેશ મળી ગયો. તેમની આ વાત સાંભળીને હું હેરાન થઈ ગયો હતો. એવું એટલા માટે કારણ કે, મે કોઈ ડાયલોગ નહોતો વાંચ્યો.

અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જ્યારે રામાનંદ સાગરને કહ્યું કે, મે કોઈ ડાયલૉગ નથી વાંચ્યો. જવાબમાં તેમણે કહ્યું કે- તે મારી ચાલ ઢાલ જોઈને સમજી ગયા હતા કે તેઓ રાવણ બનવા માટે યોગ્ય છે. તેમને રામાયણ માટે એવો રાવણ જોઈએ જેમાં બુદ્ધિ હોય, બળ હોય અને મુખ પર તેજ હોય.

જણાવી દઈએ કે લૉકડાઉન વચ્ચે રામાયણે ટીઆરપીના મામલે છેલ્લા પાંચ વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બાર્કના રિપોર્ટ પ્રમાણે, પહેલા એપિસોડની રેટિંગ 3.4% હતી, જે બાદ ચોથા એપિસોડ સુધીમાં આ રેટિંગ 5.2% સુધી પહોંચી ગઈ છે.

લૉકડાઉન દરમિયાન દૂરદર્શન 80-90ના દશકના સુપરહિટ શોઝ ફરીવાર પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રામાયણની સિવાય મહાભારત, ચાણક્ય, દેખ ભાઈ દેખ, ઑફિસ ઑફિસ, શ્રીમાન શ્રીમતી, બ્યોમકેશ બક્ષી અને શક્તિમાન જેવા શો દર્શકોને બતાવવામાં આવી રહ્યા છે.

You cannot copy content of this page