Only Gujarat

Bollywood

ઐશ્વર્યાના જૂના ફોટો વાઈરલ, એક યુઝરે કહ્યું, ‘ તેના જેવી સુંદરતાનો કોઈ વિકલ્પ નથી’

મુંબઈ: દેશભરમાં કોરોનાના કારણે દહેશત ફેલાયેલી છે. પ્રધાનમંત્રી મોદીએ 21 દિવસના લૉકડાઉનને 3 મે સુધી લંબાવી દીધું છે. એવામાં સામાન્ય લોકોની જેમ જ બોલીવુડના સેલેબ્સ પણ પોત-પોતાના ઘરમાં ફેમિલીની સાથે સમય વિતાવી રહ્યા છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલી અનેક કહાની અને કિસ્સાઓ સાંભળવા અને વાંચવા મળી રહ્યા છે. આ તસવીરો જોઈને લોકો ઐશ્વર્યાને ટ્રોલ કરી રહ્યા છે. જો કે કેટલાક લોકોએ ઐશ્વર્યાના વખાણ કર્યા.

જો કે, થ્રોબેક ફોટોસમાં ઐશ્વર્યા ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટોસ જોઈને કેટલાક લોકો તેમની ખૂબસૂરતીના વખાણ કરી રહ્યા છે અને કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે. એક શખ્સે અભિષેકન ઐશ્વર્યા સાથેની તસવીર જોઈને કમેન્ટ કરી કે, તેણે હેન્ડસમ છોકરો ન જોયો પરંતુ ફેમિલી અને પ્રોપર્ટી જોઈ. એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યું- તે ખૂબ જ ચાલાક સ્ત્રી છે.

એક યુઝરે લખ્યું- કોઈ તેનાથી વધારે સારું નહોતું મળ્યું. તો કેટલાકે ઐશ્વર્યાની ખૂબસૂરતીના વખાણ કર્યા. એકે લખ્યું કે- તેના જેવી ખૂબસૂરતીનો કોઈ વિકલ્પ નથી. એકે કમેન્ટ કર્યું- ધરતીની સૌથી ખૂબસૂરત મહિલા. ટોરેન્ટોમાં ગુરુના પ્રીમિયર બાદ અભિષેક બચ્ચને ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું અને ઐશ્વર્યા ના ન પાડી શકી.

પ્રીમિયરમાંથી પાછા આવ્યા બાદ બંનેએ અમિતાભ બચ્ચનના ઘરે 14 જાન્યુઆરી 2007ના દિવસે સગાઈ કરી હતી. સગાઈના 4 મહીના બાદ 20 એપ્રિલે 2007માં બંનેએ લગ્ન કર્યા હતા. બિગ બીએ દીકરાના લગ્ન ખૂબ જ ધૂમધાથી કર્યા હતા.

ઐશ્વર્યા અને અભિષેકે ઢાઈ અક્ષર પ્રેમ કે, કુછ ના કહો, બંટી ઐર બબલી, ઉમરાવ જાન, ધૂમ-2 અને ગુરુને મળીને 6 ફિલ્મોમાં કામ કર્યું છે. લગ્ન બાદ બંનેની ફિલ્મ સરકાર રાજ અને રાવલ રિલીઝ થઈ હતી.

લગ્ન બચ્ચન ફેમિલીના બંગલા પ્રતીક્ષામાં થયા હતા અને રિસેપ્શન તાજ હોટેલમાં થયું હતું. લગ્નના સમયે ઐશ્વર્યા 33 વર્ષની હતી જ્યારે અભિષેક 31 વર્ષનો હતો. બંનેની એક દીકરી છે આરાધ્યા.

You cannot copy content of this page