Only Gujarat

Bollywood

કોઈ હોસ્ટ છે તો કોઈ પત્રકાર, જાણો શું કરે છે જાણીતા ફિલ્મ ડિરેક્ટર્સની Wife

વિધુ વિનોદ ચોપડા જાણીતા નિર્દેશક છે જેમનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે પરંતુ શું તમે તેમની પત્ની અનુપમાને જાણો છો? અનુપમા પણ કોઈ અભિનેત્રીઓ સુંદરતામાં ઓછી નથી દેખાતી. તે ફિલ્મ ક્રિટેક અને લેખિકા છે અને વ્યવસાયે પત્રકાર પણ રહી ચૂકી છે.

આશુતોષ ગોવારિકરે ઘણી સારી ફિલ્મોમાં બોલિવૂડને આપી છે પરંતુ તેની પત્નીની વાત કરીએ તો તે પોતે પણ એક પ્રોડ્યુસર છે. જેનું નામ છે સુનીતા. તે દેવ મુખર્જીની પુત્રી અને નિર્દેશક અયાન મુખર્જીની બહેન છે.

રોહિત શેટ્ટી ને તો આજે કોણ નથી ઓળખતું. ઘણી કોમેડિયન ફિલ્મોમાં નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું પરંતુ શું તમે જાણો છે કે તેમની પત્ની માયા પોતે એક બેંકર છે. જે બહુ જ ઓછી ઈવેન્ટમાં પતિ રોહિત શેટ્ટી સાથે જોવા મળે છે.

કબીર ખાને જાણીતી ટીવી હોસ્ટ મિની માથુર સાથે લગ્ન કર્યા છે. મિની ઘણા શોને હોસ્ટ કરી ચૂકી છે. પરંતુ હાલમાં તે સ્ક્રીન પર ઓછી જ જોવા મળે છે પરંતુ એક સમય હતો જ્યારે તે શો હોસ્ટ કરી હતી.

ઘણી સારી ફિલ્મોનું નિર્દેશન કરનાર અનુરાગ બસુએ તાની સાથે લગ્ન કર્યાં જે Advertising Industryમાં છે. પોતાની ફિલ્ડમાં તે પોતાની આગળી ઓળખ બનાવી ચૂકી છે. પરંતુ કેમેરાથી તે દૂર રહેતી હતી.

રાજકુમાર હિરાનીએ મુન્ના ભાઈ એમબીબીએસ, 3 ઈડિયટ્સ, સંજૂ જેવી સારી હિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. તેમની ધર્મ પત્નીનું નામ મનજીત લાંબા છે જે પાયલોટ રહી ચૂકી છે.

You cannot copy content of this page