ઓછી ઉંમરમાં ‘મા’ બની હતી આ જાણીતી અભિનેત્રીઓ, નામ જાણી નવાઈ લાગશે

મુંબઈઃ બોલિવૂડમાં અત્યારે ઘણી એક્ટ્રસ એક્ટર સાથે 30થી વધુ ઉંમરે લગ્ન કરે છે, પણ એક સમય એવો પણ હતો જ્યારે હીરોઇનો ઓછી ઉંમરમાં લગ્ન કરી લેતી હતી. સાથે જ તે માતા પણ જલદી બની જતી હતી, પણ આજે અનુષ્કા શર્મા (32 વર્ષ) અને વિરાટ કોહલીને જોઇએ વર્ષ 2017માં લગ્ન કર્યાં હતાં. થોડાં દિવસ પહેલાં બંનેએ સોશિયલ મીડિયા પર તેમના ઘરે આવનારા નવા મહેમાનના શુભસમાચાર અપ્યા હતાં. અમે તમને જણાવીએ એવી જ કેટલીક હીરોઇન વિશે જે નાની ઉંમરમાં જ મા બની ગઈ હતી.

નીતૂ સિંહ
નીતૂ સિંહ એક જમાનામાં બોક્સ ઓફિસ પર રાજ કરતી હતી. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. નીતૂ સિંહે તેમના કરિયરના ટોચ પર એક્ટર રિશી કપૂર સાથે લગ્ન કર્યાં હાતાં. નીતૂએ 20 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યાં, અને 21 વર્ષની ઉંમરે તેમણે જન્મ આપ્યો હતો.

ડિમ્પલ કપાડિયા
બોલિવૂડ એક્ટ્રસ ડિમ્પલ કપાડિયાએ માત્ર 16 વર્ષની ઉંમરે ફિલ્મમાં ડેબ્યું કર્યું હતું. તે સમયથી જ તેમણે સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ લગ્ન કરી લીધા હતાં. લગ્ન પછી માત્ર 17 વર્ષની ઉંમરે જ ડિમ્પલ કપાડિયાએ મોટી દીકરી ટ્વિન્કલ ખન્નાને જન્મ આપ્યો હતો.

ભાગ્યશ્રી
બોલિવૂડમાં પહેલી ફિલ્મથી સુપરસ્ટાર કહેવાતી એક્ટ્રસ ભાગ્યશ્રીએ તેમની પહેલી ફિલ્મ પછી જ લગ્ન કરી લીધા હતાં. આ પછી તેમણે જલદી જ બે બાળકોને જન્મ આપ્યો હતો. થોડાં સમ પહેલાં તેમના દીકરા અભિમન્યુએ ફિલ્મમાં ડેબ્યું કર્યું છે.

શર્મિલા ટૈગોર
મશહુર એક્ટ્રસ શર્મિલા ટૈગોરે ભારતીય ક્રિકેટર નવાબ પટૌડી સાથે લગ્ન કર્યાં હતાં. આપછી શર્મિલા ટૈગોરે માત્ર 25 વર્ષની ઉંમરે એક્ટર સૈફ અલી ખાનને જન્મ આપ્યો હતો.