Only Gujarat

International

અનોખા અંદાજમાં ભારતના કર્યા વખાણ, તિરંગાના રંગમાં રંગાયો સ્વિટઝર્લેન્ડનો પર્વત

દુનિયાભરમાં કોરોનાની સામે જંગ ચાલી રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના હરાવવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના WHO સહિત અનેક સંસ્થાઓ અને દેશોએ વખાણ કર્યા છે. આ બધા વચ્ચે હવે સ્વિટ્ઝર્લેન્ડે ભારતની અનોખા અંદાજમાં વખાણ કર્યા છે. અહીં સ્વિસ આલપ્સના મેટરહૉર્ન પર્વતને રોશનીની મદદથી તિંરગાથી કવર કરીને ભારતને સેલ્યૂટ કર્યું છે.

તમામ દેશોની મદદ માટે ભારતે આગળ વધાર્યો હાથ
ભારત માટે આ સન્માનનું કારણ એ છે કે સંકટની ઘડીમાં ભારતે એશિયા હોય, આફ્રિકા હોય કે યૂરોપ દરેક દેશોની મદદક કરી છે. પીએમ મોદીએ તિંરંગાથી રંગાયેલા પર્વતની તસવીર ખુદ પીએમ મોદીએ રીટ્વીટ કરી છે અને કહ્યું કે દુનિયા કોવિડ 19 સામે એકજૂટ થઈને લડી રહી છે. મહામારી પર નિશ્ચિત રૂપથી માનવતાની જીત થશે.

14, 690 ફૂટ ઉંચો પર્વત તિરંગાના રંગમાં રંગાયો
14, 690 ફૂટ ઉંચા પર્વતને તિરંગાના રંગમાં રોશન કરવાનું કામ કર્યું છે. સ્વિટઝર્લેન્ડના લાઈટ આર્ટિસ્ટ ગેરી હોપસ્ટેટરે. ભારતીય વિદેશ સેવાના અધિકારી અને વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતની સેકંડ સેક્રેટરી ગુરલીન કૌરે ટ્વીટ કર્યું કે, સ્વિટઝર્લેન્ડને જણાવ્યું કે તે કોવિડ 19 સામે લડવા માટે ભારતની સાથે છે. હિમાલયથી આલ્પ્સ સુધીની દોસ્તી. જરમેટ ટૂરિઝમનો આભાર.

ઈટલી-સ્વિટઝર્લેન્ડની સીમા પર મોજૂદ 4478 મીટરની ઉંચાઈ પર આવેલા આ પર્વતના માધ્યથી ‘સ્ટે હોમ’નો સંદેશો આપી ચુક્યા છે. સ્વિટ્ઝર્લેન્ડમાં 19 એેપ્રિલે લૉકડાઉન સમાપ્ત થઈ રહ્યું છે. ગેરીનું લક્ષ્ય આ અવધિ સુધી દેશની ઈમારતો, સ્મારકો અને પર્વતના માધ્યમથી લોકોને કોરોનાથી લડવાનો સંદેશ આપવાનો છે. આ જ અંતર્ગત તેમણે તિરંગાને પર્વત પર જગ્યા આપી.

સંયુક્ત રાષ્ટ્ર(યૂએન)ના પ્રમુખ એન્ટિોનિયો ગુટેરેસે કોરોનાની સામેની લડાઈમાં સહયોગ કરવા માટે ભારતની સરાહના કરે છે. ભારતે અમેરિકા, બ્રાઝીલ, ઈઝરાઈલ જેવા અનેક દેશોમાં મલેરિયા માટે ઉપયોગમાં લેવામાં આવતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન મોકલી હતી. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા આ દવાને કોરોનાના ઈલાજ માટે ઉપયોગી માનવામાં આવ્યું છે.

ભારતમાં 3 મે સુધી લૉકડાઉન
કોરોના વાયરસની સામે ચાલી રહેલી જંગ વચ્ચે ભારતમાં લૉકડાઉન 2.0 લાગૂ કરવામાં આવ્યું છે. આ પહેલા 24 માર્ચના અડધી રાતથી 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેની મુદત 14 એપ્રિલે પૂરી થઈ રહી હતી. પરંતુ કોરોનાના સંકટને જોતા રાજ્ય સરકારોની સલાહ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલે લૉકડાઉનને 3 મે સુધી આગળ વધારી દીધું હતું.

ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 16 હજાર
ભારતમાં 30થી વધુ રાજ્યો કોરોનાના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યા છે. દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 16 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે મોતનો આંકડો 500ને વટાવી ચુક્યો છે. જો કે રાહતની વાત એ પણ છે કે સંક્રમણના શિકાર 2506 લોકો સાજા થઈ ચુક્યા છે. કોરોનાથી મહારાષ્ટ્ર રાજ્ય સુધી વધુ પ્રભાવિત છે જ્યા કોરોનાના 3 હજારથી વધુ કેસ સામે આવી ચુક્યા છે અને 211નાં મોત થયા છે.

દુનિયામાં કોરોના
દુનિયાના 210 દેશોમાં કોરોના પહોંચી ચુક્યો છે. પ્રભાવિત દેશોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 23 લાખથી વધારે છે. જ્યારે અત્યાર સુધીમાં 1 લાખ 61 હજારથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. જો કે અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકો કોરોના સામે લડીને સાજા પણ થઈ ગયા છે.

You cannot copy content of this page