Only Gujarat

International

વાહ…નસીબ હોય તો આવું! લૉકડાઉન બાદ ખુલ્યું સલૂન, કલાકોમાં વાળંદ બની ગયો લાખોપતિ

ન્યૂ યોર્કઃ કોરોનાવાઈરસનું સંક્રમણ ફેલાતું રોકવા માટે ભારત સહિત દુનિયાભરના મોટાભાગના દેશોમાં લોકડાઉન છે. આ દરમિયાન મોટાભાગના ધંધા બંધ રહ્યા, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જોકે, હવે મોટા ભાગના દેશોમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી રહી છે, જેમાં સલૂન પણ ખોલવામાં આવ્યાં છે. અમેરિકામાં સલૂન ખૂલતાં જ એક સલૂન માલકિન માત્ર ગણતરીના કલાકોમાં જ લાખોપતિ બની ગઈ.


ઉલ્લેખનીય છે કે, અમેરિકાના કોલોરાડો રાજ્યમાં લોકડાઉન બાદ ફરી એકવાર સલૂન ખૂલ્યાં છે, જેમાં એક સલૂનની માલકિન અને હેર સ્ટાઈલિસ્ટ ઇલિસિયા નોવોટની તેની દુકાનમાં ગ્રાહકોની રાહ જોઇ રહી હતી. આ દરમિયાન લગભગ એક વાગે એક ગ્રાહક આવ્યો અને વાળ કપાવ્યા બાદ ટિપ તરીકે મહિલાને અઢી હજાર ડોલર આપીને જતો રહ્યો.


નોવોટનીએ જણાવ્યું કે, ઘણા દિવસો બાદ તે તેના બિલને પૂરું કરવાનો પ્રયત્ન કરી રહી હતી. સલૂન ખૂલ્યા બાદ એક એકદમ સાધારણ વ્યક્તિ વાળ કપાવવા આવ્યો અને કપાવ્યા બાદ આટલી મોટી રકમ ચૂકવીનો જતો રહ્યો.


વધુમાં મહિલાએ જણાવ્યું કે, આ વ્યક્તિ મેનેજરને એક હજાર ડોલર અને રિસેપ્શનિસ્ટને 500 ડોલર ટિપમાં આપીને જતો રહ્યો. જો આ રકમને ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવે તો આ રકમ 1 લાખ 89 હજાર થાય.


મહિલા હેર સ્ટાઈલિસ્ટે એ વ્યક્તિનો આભાર માનતાં કહ્યું, ‘તેને આ પૈસાની બહુ જરૂર હતી. અમે કહી શકીએ એમ નથી કે, અમારા માટે આ પૈસા કેટલા મહત્વના છે.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page