Only Gujarat

International TOP STORIES

કામના સમાચાર છે આઃ માત્ર એક મિનિટમાં જાણી શકશો કે તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ?

ન્યૂ યોર્કઃ કોરોનાવાઈરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. દુનિયાના તમામ દેશ તેની વેક્સિન શોધવામાં લાગી ગયા છે. બહુ બધા દેશોમાં કોરોનાને લઇને રિસર્ચ ચાલી રહ્યું છે. કોરોના પર રિસર્ચ કરતી અમેરિકાની ટીમને આ મુદ્દે મોટી તસફળતા મળી છે. મોબાઇલ પર છીંકવાથી કે ખાંસી ખાવાથી જાણી શકાશે કે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નહીં. હાલ અમેરિકાની ટીમ એક સેન્સર પર કામ કરી રહી છે. તેને ફોનની સાથે એટેચ કરી શકાશે.

દુનિયામાં કોરોના સંક્રમણના કારણે 3.2 લાખ લોકોના મોત થઇ ગયા છે. તેમજ 50 લાખથી લોકો ચેપગ્રસ્ત થઇ ચૂક્યાં છે. અહીં આંકડા દિન પ્રતિદિન વધી રહ્યાં છે. તો કેટલાક દેશોમાં ટેસ્ટિંગ ઓછા થતાં હોવાથી સાચા આંકડા સામે નથી આવી રહ્યાં. જોકે, હવે અમેરિકાની એક રિસર્ચ ટીમે દાવો કર્યો છે કે, તેના ડિવાઇસથી માત્ર 60 સેકન્ડમાં જ કોરોનાવાઈરસનો ટેસ્ટ કરી શકાશે.

જાણવા મળ્યું છે કે, સેન્સર ડિવાઇસ માત્ર 3 મહિનામાં જ માર્કેટમાં આવી જશે. આટલું જ નહીં આ સેન્સર ખૂબ જ સસ્તું હશે. તેમની કિંમત માત્ર 55 ડોલર એટલે કે, 4100 રૂપિયા સુધી હશે.

ડિવાઇસની ભૂમિકા મહત્વપૂર્ણ બની જશેઃ આ ડિવાઇસને બનાવનાર ટીમના લીડર પ્રોફેસર મસૂદ અઝહર છે. અધ્યાપક અઝહરનું કહેવું છે કે, આ ડિવાઇસ કોરોનાવાઈરસને ટ્રેક કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મસૂદ અમેરિકા યુનિવર્સિટી ઓફ યૂટોમાં એન્જીનિયર છે. તેમણે જણાવ્યું કે આ ડિવાઇસને ઝીકા વાઈરસ ડિટેક્ટ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. જોકે, હવે આ ડિવાઇસ પર કોરોના ટેસ્ટિંગ મુદ્દે કામ થઇ રહ્યું છે. શોધકર્તાએ જણાવ્યું કે, આ ડિવાઇસ 12 મહિના પહેલા ઝીકા વાઈરસને ડિટેક્ટ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. જોકે, હાલ તેને કોરોના ટેસ્ટિંગ માટે પ્રોગ્રામ કરવાામં આવી રહ્યું છે.

માત્ર 1 મિનિટમાં મળશે રિઝલ્ટઃ ડિવાઇસનું પોટોટાઇપ 1 ઇંચ પહોળું છે. તે બ્લૂટૂથના દ્રારા કોઇપણ સ્માર્ટ ફોન સાથે કનેક્ટ કરી શકાશે. આ સેન્સરની પાસે જો કોઇ વ્યક્તિ શ્વાસ લેશે. છીંક ખાશે, કે ઉધરસ ખાશે તો આ ડિવાઇસ સરળતાથી બતાવી દેશે કે વ્યક્તિ સંક્રમિત છે કે નહીં.

કેવી રીતે કરશો ડિવાઇસનો ઉપયોગઃ યૂઝરને શ્વાસ લેવા કે છીંકતા પહેલા સેન્સરને ફોના ચાર્જિંગ પોર્ટમાં લગાવવું પડશે. આ માટે જરૂરી એપને ખોલવી પડશે. ત્યારબાદ એક મિનિટમાં રિઝલ્ટ સ્કિન પર આવી જશે. રિસર્સ કરનારે જણાવ્યું કે, આ સેન્સર કલર બદલીને કે વિઝ્યુઅલથી કોરોનાની હોવાના સંકેત આપશે. સેન્સરથી ઇલેક્ટ્રીટ કરન્ટ દ્રારા છેલ્લા સેમ્પલને ખતમ કરીને બીજી વખત તપાસ કરી શકાશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page