Only Gujarat

National TOP STORIES

સૌ પહેલાં જુઓ નવા બની રહેલાં સંસદભવનની અંદરની તસવીરો, જોતા રહી જશે વિશ્વના દેશો

ભારતીય સંસદનું નવું મકાન તૈયાર કરવામાં આવી રહ્યું છે. નવા પાર્લામેન્ટ હાઉસ સંકુલનું કામ ઓક્ટોબર 2022 સુધીમાં પૂર્ણ થવાનું છે. ટાટા પ્રોજેક્ટ્સને તેના બાંધકામ માટેનો કરાર આપવામાં આવ્યો છે. ચાલો જોઈએ કે, નવું સંસદ ભવન કેવી રીતે બનાવવામાં આવશે.

નવા સંસદ ભવનમાં 6 દરવાજા હશે. આ સાથે 120 ઓફિસ સ્પેસ અને સાર્વજનિક ગેલેરીઓ પણ હશે.

નવા સંસદ ભવનના લોકસભા હોલમાં 1,272 લોકોની બેસવાની વ્યવસ્થા રહેશે. તો રાજ્યસભા હોલમાં 629 બેઠકો હશે.

સાંસદો માટે જે બેઠકો બનાવવામાં આવી રહી છે, તેમાં મતદાન સરળ રીતે થઈ શકે તે માટે આધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવી રહી છે.

સંસદ ભવનનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયુ છે. આ માટે, વૃક્ષો સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યા છે.

જણાવી દઈએ કે, સંસદનાં નવાં ભવનનાં હાલના પરિસરમાં જ પ્લોટ નંબર 118 પર તૈયાર કરવામાં આવી રહ્યું છે.

નવા સંસદ ભવન માટે રેલ અને પરિવહન મકાન તોડવામાં આવશે નહીં.

You cannot copy content of this page